રાધનપુર નગર પાલિકા ચૂંટણીમાં¿ ભાજપનો ભવ્ય વિજય :કોંગ્રેશના ગઢમાં ગાબડું..

રાધનપુર નગર પાલિકા ચૂંટણીમાં¿ ભાજપનો ભવ્ય વિજય :કોંગ્રેશના ગઢમાં ગાબડું..
રાધનપુર ન.પાલિકામાં પરિવર્તનની લહેર સાથે કૉંગેસ પાસેથી સત્તા આંચકી ભાજપે ભગવો લહેરાયો..
રાધનપુર નગરપાલિકા પર ભાજપનો કબ્જો: 28 બેઠકોમાં ભાજપ 25,કોંગ્રેસ 3
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં યોજાયેલી રાધનપુર નગર પાલિકા ચૂંટણી– 2025 માં કૉંગેસના ગઢમાં ગાબડું પડ્યું છે.અને રાધનપુર નગર પાલિકામાં પરિવર્તનની લહેર સાથે કૉંગેસ પાસેથી સત્તા આંચકી ભાજપે ભગવો લહેરાયો છે.
રાધનપુર પાલિકાની ચૂંટણીમાં 28 બેઠકોમાં જોઈએ તો ભાજપ 25 બેઠક પર જયારે કોંગ્રેસની 3 બેઠક સાથે રાધનપુર નગરપાલિકા પર ભાજપનો કબ્જો જોવા મળ્યો હતો.વોર્ડ નંબર 3 થી વોર્ડ નંબર 7મા ભાજપની પેનલનો વિજય જોવા મળ્યો હતો જયારે વોર્ડ નંબર 1મા 3 ભાજપ અને 1 કોંગ્રેશને ફાળે ગઈ હતી અને વોર્ડ નંબર2 ની અંદર 2 ભાજપ, 2 કોંગ્રેશ ને ફાળે ગઈ હતી.
પાટણ જિલ્લાની 3 નગરપાલિકાનું રિઝલ્ટ:
પાટણ જિલ્લાની 3 નગર પાલિકાનું રિઝલ્ટ જેમાં રાધનપુર, ચાણસ્મા અને હારીજ પાલિકા ભાજપે કબ્જે કરી હતી. નગર પાલિકાની પેટા ચૂટણીમાં પણ ભાજપનો દબદબો રહ્યો હતો. જેમાં ચાણસ્મા,હારિજમાં ભાજપની જીત બાદ રાધનપુરમાં રસાકસી જોવા મળી હતી અને રાધનપુરમા ભવ્ય જીત જોવા મળી હતી. ત્યારે પાટણમાં ભાજપના ગઢ ગણાતાં ચાણસ્મા અને હારિજ તેમજ કોંગ્રેસ નો ગઢ બનેલ રાધનપુર પાલિકામાં સત્તા પરિવર્તન થતાં રાધનપુરમા જીતની ધામધામ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
હારિજ અને રાધનપુર પાલિકાની સાત રાઉન્ડમાં તેમજ ચાણસ્મા પાલિકાની છ રાઉન્ડમાં મતગણતરી ના અંતે કમળ ખીલી ઉઠતા ભજપના કાર્યકરો મા ઉત્સાહ જોવા મળ્યો હતો.અને ભાજપની જીત થતાની સાથેજ રાધનપુર શહેરમાં વરઘોડું નીકળ્યું હતુ. તો બજારમાં JCB ઉપર વરઘોડું નીકળતા વરઘોડું જોવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
ભાજપના નેતાઓએ જીતને વિકાસ અને લોકોના વિશ્વાસનું પરિણામ ગણાવ્યું:-
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરએ રાધનપુર પાલિકાની ચૂંટણીમા ભાજપનૉ ભગવો લહેરાતા અને જંગી બહુમતિ સાથે ભાજપ વિજય મેળવ્યો છે.ત્યારે ધારાસભ્ય પણ ખુશીમાં નાચતા જોવા મળ્યા હતા.આ જીતથી ભાજપના કાર્યકરોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.મતગણતરી દરમિયાન રાધનપુરમા ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો અને ચૂંટણી પરિણામોની ગણતરી શરૂ થયા બાદથી જ ભાજપના સમર્થકોમાં આત્મવિશ્વાસ હતો.અને પ્રારંભિક રાઉન્ડથીજ અને અંતે તેમણે વિરોધી ઉમેદવારને ભારે મતોથી પરાજિત કર્યા. અને જીતની જાહેરાત થતા જ રાધનપુર તાલુકામાં ભાજપના કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડ્યા અને ખુશી વ્યક્ત કરી હતી
ભાજપના નેતાઓએ જીતને વિકાસ અને લોકોના વિશ્વાસનું પરિણામ ગણાવ્યું આ જીત બાદ ભાજપના સ્થાનિક અને જિલ્લાકક્ષાના નેતાઓએ કહ્યું કે આ પરિણામ વિકાસની નીતિઓ અને સારા શાસન પર જનતાના વિશ્વાસનું પ્રતીક છે. રાજકીય માહોલમાં પણ આ જીત મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે પાટણ જિલ્લામાં માટે આ બેઠક પર કોંગ્રેસ હોય ભાજપે બહુમતી સાથે વિજય મેળવ્યો છે.
રાધનપુર નગર પાલિકા વોર્ડ વાઇસ ઉમેદવારો,મત :–
(વોર્ડ. નં.1 ઉમેદવાર, વોટ )
જયાબેન સોની- કોંગ્રેસ-1633
ઉમ્મેરુમેન મીર્જા-ભાજપ- 1773
કલીબેન ઠાકોર- ભાજપ-1570
ગણેશ ઠાકોર-ભાજપ-1516
(વોર્ડ. નં.2 ઉમેદવાર, વોટ )
નયના ઠકકર- કોંગ્રેસ- 1044
રેખાબેન અખાણી-ભાજપ-1006
રમેશ ઠાકોર-ભાજપ- 1166
જાબીરહુશેન ભાટી-કોંગ્રેસ- 1107
(વોર્ડ. નં. 3 ઉમેદવાર, વોટ)
યાસ્મીનબાનુ સિપાઇ-ભાજપ- 1593
કામીનીબેન રાઠોડ-ભાજપ- 1581
ઇશ્વર દેસાઇ-ભાજપ- 1535
હરેશ ઠકકર-ભાજપ- 1386
(વોર્ડ. નં. 4 ઉમેદવાર,વોટ)
હિરાબેન મકવાણા-ભાજપ- 2126
મુકતાબેન પટેલ-ભાજપ- 2199
ગોવા ભરવાડ- ભાજપ- 2420
નૈમિષ જોષી- ભાજપ- 2243
(વોર્ડ. નં.5 ઉમેદવાર, વોટ)
સાબેરાબેન ઘાંચી- ભાજપ- 1388
રજીયાબેન સીપાઇ- ભાજપ- 1567
રમેશ મકવાણા- ભાજપ- 1551
ગુલામરસુલ ઘાંચી- ભાજપ- 1582
(વોર્ડ. નં.6 ઉમેદવાર, વોટ)
કુલસુમબેન ઘાંચી-ભાજપ-2523
મનીષાબેન ઠકકર-ભાજપ- 2390
દેવજી પટેલ-ભાજપ- 2483
મનુ ફુલવાદી- ભાજપ- 2301
(વોર્ડ. નં.7 ઉમેદવાર,વોટ)
પરેશાબેન રાણા- ભાજપ- 2262
ભાવનાબેન જોષી-ભાજપ- 2159
ફરસુરામ થાળકીયા-ભાજપ- 2172
અમરત ચૌધરી-ભાજપ- 2342
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300