હારીજ નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો..

હારીજ નગર પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો..
ભાજપ ૧૪ બેઠકો સાથે બિન હરીફ વિજય..
વોર્ડ 2 અને વોર્ડ 5 માં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો જ્યારે વોર્ડ 5 માં સતત સાત ટ્રમથી ચૂંટણી લડી વિજયી રહેલા અને આઠમી વખત ચૂંટણી લડનારા કોંગ્રેસના અગ્રણી ડો. ભગવાન ભાઈ પટેલનો પરાજય..
પાટણ જિલ્લામા હારીજ નગર પાલિકાની કુલ છ વોર્ડની ચૂંટણીમાં કુલ ભાજપ ,કોંગ્રેસ,આપ સહિત અપક્ષના ૫૭ ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા હતા જેમાં 16 તારીખના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી.જેનું પરિણામ આજરોજ હારીજ મોર્ડન સ્કૂલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહેલી સવારથી મત ગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં ૨૪ બેઠકો પરથી ભાજપનો ૧૪ બેઠક તથા કોંગ્રેસનો ૧૦ બેઠકો પર વિજય મેળવ્યો હતો.
વિજય બાદ ભાજપ તથા કોંગ્રેસના વિજયી ઉમેદવારોએ મુખ્ય બજાર ખાતે ભવ્ય વિજય સરઘસ સાથે એકબીજાને ગુલાલ છાંટી વિજેતા ઉમેદવારોને ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.તેમજ તમામ ઉમેદવારોએ વોર્ડ વિસ્તારમાં પહોંચી મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભાજપના વિજેતા ઉમેદવારોની યાદી..
1.જગદીશકુમાર કાંતિલાલ સોલંકી
2.ધનીબેન મેઠાજી ઠાકોર
ભાવનાબા નવલસંગ ચૌહાણ
3.આરતીબેન પ્રતિકભાઈ મહેતા
4.જયાબેન જગદિશકુમાર પરમાર
5.રામકૃષ્ણ મનુભાઈ ઠક્કર
6.હેતલ બેન રમેશજી ઠાકોર
7.કનકસિંહ નાથુજી વાઘેલા
8.આશાબેન મથુરજી ઠાકોર
9.ધરતીબેન ધર્મેશભાઇ સચદે
10.મનુભાઈ રામાભાઈ પ્રજાપતિ
11.રવિ હસમુખભાઈ ઠક્કર
12..વિજયાલક્ષ્મીબેન જીતેન્દ્રભાઈ ભીલ
13..નીલમબેન કનૈયાલાલ ઠાકર
કોંગ્રેસના વિજેતા ઉમેદવારોની યાદી
1. દીપિકાબેન ચિરાગભાઈ રાવળ
2. કેશીબેન બાબુજી ઠાકોર
3. કોમલબેન પ્રકાશભાઈ
ધીંગાણિયા
4..ધીરાજી ગલાબજી ચૌહાણ
5.ચંદનજી જવાનજી ઠાકોર
6.ચંદુભાઈ લગધીરજી ઠાકોર
7. ચંદ્રિકાબેન દિનેશભાઈ રાવળ
8. કિંજલબેન ચક્ષુકકુમાર મહેતા
9.બીપીનભાઈ દેવશંકરભાઈ રાવલ
10. વસંતીબેન મહેશકુમાર ઠાકોર
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300