રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખની પત્ની વોર્ડ નં.3માં ઉમેદવાર તરીકે ચૂંટણી હારતાં રાજીનામું..

રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખની પત્ની વોર્ડ નં.3માં ઉમેદવાર તરીકે ચૂંટણી હારતાં રાજીનામું..
રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝૂલાએ આપ્યું પ્રમુખ પદેથી રાજીનામુ.
પાટણ જિલ્લાના રાધનપુરમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝૂલાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે.અને વિષ્ણુદાન ઝૂલાએ હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી રાજીનામું ધર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાજીનામાનો દોર શરૂ થયો છે. રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. વિષ્ણુદાન ઝૂલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.ત્યારે ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 3માં તેમના પત્ની ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.અને કોંગ્રેસની હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારતા ડૉ. વિષ્ણુદાન ઝૂલાએ તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું છે.આ સાથે તેમણે જણાવ્યું કે રાધનપુરમાં કોંગ્રેસની હારની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી તેઓ પદ છોડી રહ્યા છે. આમ,રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખની પત્ની નગર પાલિકા ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે વોર્ડ નં.3માં ઉમેદવાર તરીકે ચૂંટણી હારતાં રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝૂલાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું છે.
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300