માંગરોળ : ભાજપ ના અગ્રણી આગેવાનો સાથે વિજેતા થયેલ ઉમેદવારો નું વિજય સરઘસ નીકળ્યું

માંગરોળ : ભાજપ ના અગ્રણી આગેવાનો સાથે વિજેતા થયેલ ઉમેદવારો નું વિજય સરઘસ નીકળ્યું
માંગરોળ ના મતદારો નો આભાર વ્યકત કરતા ભારતીય જનતા પાર્ટી ના અગ્રણી આગેવાનો
માંગરોળ માં બી.જે.પી ના ઉમેદવારો કાર્યકરો સાથે અગ્રણી આગેવાનો ઢોલ નગારા અને ડી.જે ના તાલ સાથે વિજય સરઘસ માં ઠેર ઠેર માંગરોળ વાસી ઓ દ્વારા પુષ્પ હારથી તેમજ પુષ્પ વર્ષા થી ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું હતું અને આ તકે ભારત માતા કી જય વંદે માતરમ્ ના નાદ સાથે વાતાવરણ ગૂંજી રહ્યું હતું આ તકે કાર્યકરો માં ખૂબજ ઉત્સાહ સાથે ખુશી ની લહેર જોવા મળી રહી હતી
ડીજે ના તાલ સાથે અને ફટાકડા ની આતશ બાજી ઓ સાથે શ્રી ગોપાલ કૃષ્ણ ગૌ શાળા એ થી વિજય સરઘસ નીકળી,જેલ રોડ,લીમડા ચોક, જુના બસ સ્ટેશન , ધોબી વાડા, માંડવી ગેટ, સરકારી હોસ્પિટલ રોડ, ટાવર રોડ સહીત ના વિસ્તારોમાં આ વિજય સરઘસ પસાર થયેલ અને ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાનો, વિજેતા ઉમેદવારો ને અને કાર્યકરોને ખૂબજ આવકાર આપવામાં આવી રહ્યો હતો
આ તકે ભારત માતા કી જય,વંદે માતરમ્ ના નાદ સાથે ઠેર ઠેર વાતાવરણ સતત ગુંજી રહ્યું હતું
આપણાં લોક લાડીલા ધારાસભ્ય શ્રી ભાગવાનજી ભાઈ કરગઠિયા ના ખૂબજ સુન્દર નેતૃત્વ માં માંગરોળ નગરપાલિકા માં ભાજપનો ભગવો લહેરાવવા શ્રી વેલજી ભાઈ મસાણી, માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશ ભાઈ સોમૈયા સહિતના ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અથાગ પરિશ્રમ કરી રહ્યા હતા ત્યારે આ પરિશ્રમ ને સાર્થક બનાવવા માંગરોળ ના મતદારો પણ સહભાગી બન્યાં છે ત્યારે માંગરોળ ના મતદારો એ પણ “વાદ નહીં વિવાદ નહીં ભાજપ સિવાય બીજી કોઈ વાત નહીં” એ સૂત્ર ને સાર્થક કરી બતાવ્યું છે
અગ્રણી આગેવાનો એ “કમળ પર મતદાન કરી વિજયની વાત કરી” હતી અને આસા વ્યકત કરી હતી કે 16 તારીખે માંગરોળ ના મતદારો બીજેપી ની તરફેણ માં મતદાન કરશો અને ભારતીય જનતા પાર્ટી ને બહુમતી અપાવશે એવો અગ્રણી આગેવાનો એ મતદારો પર વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસ ને માંગરોળ ના મતદારો એ સાર્થક કરી બતાવ્યો છે કોઈએ ગમે એટલા પ્રયાસો કર્યા ગમે એટલી વિકાસની વાતો કરેલી પરંતુ માંગરોળ નો મતદાર છેતરાયો નથી.
આપણાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી ના નેતૃત્વમાં માંગરોળ વાસી ઓ એ પણ માંગરોળ નગરપાલિકા માં ભગવો લહેરાવવા થનગની રહ્યા હતા ત્યારે મતદારો એ પણ પોતાનો કીમતી મત એળે ન જવા દઈ માંગરોળ નગરપાલિકા માં ભાજપ નો ભગવો લહેરાવવા સહભાગી બન્યા છે
માંગરોળ ની જનતાનો ભાજપ સરકાર પર અતૂટ વિશ્વાસ છે.
આ જીત અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના અગ્રણી આગેવાનો એ જણાવ્યું હતું કે આ સફળતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની લોકપ્રિયતા અને તેમની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોનું પરિણામ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલના નેતૃત્વમાં સંગઠને જે સક્રિયતા અને સેવા દાખવી છે તેના કારણે જનતાએ ભાજપ પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ભાજપ હંમેશા જનતાની સેવા માટે તત્પર છે અને ભવિષ્યમાં પણ આ સેવા ચાલુ રહેશે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી સમયમાં પણ ભાજપ ગુજરાતમાં વિકાસની ગતિને વધુ તેજ કરશે.
માંગરોળ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટી ના 15 ઉમેદવારો વિજેતા બન્યા છે ત્યારે માંગરોળ શહેર ભાજપ પ્રમુખ લીનેશભાઈ સોમૈપા દ્વારા આ તકે જણાવવામાં આવ્યું હતું કે માંગરોળ નગરપાલિકા માં ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ બેસશે એવો વિશ્વાસ વ્યકત કરવામાં આવ્યો હતો તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા તમામ અગ્રણી ઓ, હોદેદારો અને કાર્યકરો નો પણ આ તકે આભાર વ્યકત કરવામાં આવ્યો હતો
ભારતીય જનતા પાર્ટી ના વિજય સરઘસ માં અગ્રણી આગેવાનો ખૂબજ બહોળી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા અગ્રણી આગેવાનો ની ઉપસ્થિતિ ને કારણે વિજેતા ઉમેદવારો હોદ્દેદારો અને કાર્યકરો માં જીત નો જુસ્સો ઉમેરી અનેરો ઉત્સાહ વધાર્યો હતો
ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવેલા વિજય સરઘસમાં પોલીસ દ્વારા ખૂબજ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300