જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટી આણંદના સાહસિકોની ખડક ચઢાણ શિબિર

Spread the love

જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી તથા વેટરનરી સાયન્સ કોલેજ કામધેનુ યુનિવર્સીટી આણંદના ભાઈઓએ સાહસિક ખડક ચઢાણની દસ દિવસની શિબિર પૂર્ણ કરી

જૂનાગઢ : રાજય સરકારના કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી તથા વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સીટી આણંદ પ્રાયોજિત ખડક ચઢાણ બેઝિક કોર્સ જૂનાગઢ ખાતે યોજાયો. જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીના ભાઈઓ ૧૦૦, વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સીટી આણંદ ના ભાઈઓ ૨૦, સ્વ ખર્ચે ૨ ભાઈઓ સહીત કુલ ૧૨૨ જેટલા ભાઈઓ એ તાલીમ લીધી.


શિબિરના છેલ્લા દિવસના રોજ પૂર્ણાહુતી કાર્યક્રમમાં ડો. આર. એમ. સોલંકી, નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ડો.પી.ડી.કુમાવત,પ્રિન્સિપાલ એન્ડ ડીન, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી,ડો.ડી.કે.વરુ, પ્રિન્સિપાલ એન્ડ ડીન, કોલેજ ઓફ હોર્ટીકલ્ચર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, ના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી ર્તાલીમાર્થીઓ ને પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં ડો. આર. એમ. સોલંકી, નિયામક, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃતિઓ, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા તાલીમાર્થીઓ ને બાયો ડાયવરસીટી નું મહત્વ જણાવ્યું તેમજ જીવનમાં ડગલે ને પગલે પરીક્ષા આવશે તેમાંથી કઈ રીતે આગળ વધવું અને જીવનમાં નાસીપાત નહિ થવા જણાવ્યું, ડો.પી.ડી.કુમાવત,પ્રિન્સિપાલ એન્ડ ડીન, કોલેજ ઓફ એગ્રીકલ્ચર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા તાલીમાર્થીઓને જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આવા સાહસિકતા જેવા શિબિરો કરેલા હોય તો તેમાં માનસિક કૌશલ્યો કેળવાય તથા મજબુત થાય છે. ડો.ડી.કે.વરુ, પ્રિન્સિપાલ એન્ડ ડીન, કોલેજ ઓફ હોર્ટીકલ્ચર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્વારા તાલીમાર્થીઓ ને શારીરિક ફિટનેશ નું મહત્વ જીવનમાં ઘણં્ હોય છે જે પર્વતારોહણ જેવી શિબિરો માંથી કેળવાય છે.
કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, ઉપેન્દ્રસિંહ એમ. રાઠોડ એ કેમ્પ ના ર્તાલીમાર્થી ભાઈઓ ને પર્વતારોહણની તાલીમ શિબિરની માહિતી આપી હતી. અને અંતે આભાર વિધિ ઇન્સ્ટ્રક્ટર અંબર વિષ્ણુ એ કરી હતી.
આ ખડક ચઢાણ બેઝિક કોર્સમાં અંબર વિષ્ણુ રાજસ્થાન, પ્રદીપકુમાર રાજસ્થાન, પરેશકુમાર રાઠોડ પાટણ, દશરથ પરમાર પાટણ, ભરતસિંહ પરમાર ભાવનગર, શૈલેશ કામલીયા ગોરખમઢી, કલ્પેશ બારૈયા ભાવનગર, જીતુકુમાર સોલંકી વંથલી, જીગ્નેશ ગોહિલ ભાવનગર એ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!