રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાજીનામાનો દોર શરૂ..

રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાજીનામાનો દોર શરૂ..
રાધનપુર શહેર પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબૅન જોશીનું રાજીનામું.
રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝૂલાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યા બાદ,પૂર્વ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ નું પણ રાજીનામુ..
પાટણ જિલ્લાના રાધનપુરમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝૂલાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હતુ.જે બાદ હવે રાધનપુરમા શહેર મહિલા કોંગ્રેશ પ્રમુખનું ફરી વધુ એક રાજીનામુ સામે આવ્યું છે.કોંગ્રેશ પાર્ટીના તમામ હોદ્દા પરથી મુક્ત કરવા સહીત રાજીનામુ તાત્કાલિક મંજુર કરવા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખને જ્યોતિબૅન જોશીએ રજૂઆત કરી છે.
રાધનપુર શહેરમા કોંગ્રેશના કાર્યકર અને પૂર્વ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન જોશીએ સામાજિક કામગીરી તેમજ અંગત જવાબદારીઓને કારણે કોંગ્રેશ પાર્ટીની કોઈ કામગીરી કરી શકે તેમ નથી જેને લઈને રાજીનામું ધર્યુ હોવાનું રાજીનામાં મા ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાધનપુર નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ રાજીનામાનો દોર શરૂ થયો છે. ત્યારે રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. વિષ્ણુ ઝૂલાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ત્યાર બાદ રાધનપુર મહિલા શહેર કોંગ્રેશ પ્રમુખએ આપ્યું રાજીનામુ છે. અને ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 7માં જ્યોતિબેન જોશી કોંગ્રેશના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. કોંગ્રેસની હાર બાદ હવે જ્યોતિબેન જોશીએ સામાજિક કામગીરી અને અંગત જવાબદારીઓને કારણે તાત્કાલિક અસરથી રાજીનામું આપ્યું હોવાની વિગત સામે આવી છે.આ સાથેજ હવે રાધનપુરમાં કોંગ્રેસની હાર બાદ એકપછી એક રાજીનામાં ની દોર શરુ થતાં અને પદ છોડી રહ્યા છે ત્યારે પાલિકાની ચૂંટણી બાદ પણ રાધનપુરમા રાજકારણ ગરમાયું છે.
રાધનપુર શહેર મહિલા પૂર્વ કોંગ્રેશ પ્રમુખએ રાજીનામુ આપ્યું છે.ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર 7માં જ્યોતિબેન જોશી કોંગ્રેશના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.
રીપોર્ટ : અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300