શ્રીમતી જે.જે. મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારોહ

શ્રીમતી જે.જે. મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારોહ
Spread the love

શ્રીમતી જે.જે. મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલમાં ઇનામ વિતરણ અને શુભેચ્છા સમારોહ

સીહોર: ધી સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે.જે. મહેતા વિવિધલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઇનામ વિતરણ અને ધોરણ 10-12 ના શુભેચ્છા સમારોહ ભવ્ય રીતે યોજાયો. સંસ્થાના 30 જેટલા ટ્રસ્ટ ફંડો દ્વારા ધોરણ 9 થી 12 ના શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને રોકડ ઇનામ, શીલ્ડ અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત, કલા-મહાકુંભ, ખેલ-મહાકુંભ, વિજ્ઞાન મેળા અને સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં પ્રદાન કરનાર વિદ્યાર્થીઓને પણ ખાસ પુરસ્કાર આપવામાં આવ્યા.

કાર્યક્રમમાં ધી સિહોર એજ્યુકેશન સોસાયટીના માનદ મંત્રીશ્રી અશ્વિનભાઈ ગોરડીયા, ધનવંતભાઈ શાહ, ગવર્નીંગ કાઉન્સિલના સભ્યો ભરતભાઈ મલુકા, શ્રીકાંતભાઈ દેસાઈ, નિરવભાઈ મહેતા, તથા મહિલા સભ્ય ઈલાબેન જાની ઉપસ્થિત રહ્યા. શંખનાદ ન્યુઝ ચેનલના સંચાલક મિલનભાઈ કુવાડીયા, શાળાના ભૂતપૂર્વ આચાર્ય મીનાક્ષીબેન ભટ્ટ અને ભૂતપૂર્વ શિક્ષકો પણ આ પ્રસંગે હાજર રહ્યા.

આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ ડાંગરના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો, જેમાં નેહલબેન ડેર, ગૌરાંગભાઈ સરવૈયા અને સમગ્ર શિક્ષકવૃત્તે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!