શારદા મંદિરમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ તથા કીર્તનસંધ્યા સંપન્ન

શારદા મંદિરમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ તથા કીર્તનસંધ્યા સંપન્ન
Spread the love

શારદા મંદિરમાં વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ તથા કીર્તનસંધ્યા સંપન્ન

#અનુપમ મિશન સંલગ્ન શારદા મંદિર, નડીઆદમાં ૫૮મો શાળાકીય વાર્ષિક ઈનામ વિતરણ સમારંભ તથા કીર્તનસંધ્યાનો અદભૂત સંયોગ સંપન્ન થયો.
અનુપમ મિશનના અધિષ્ઠાતા સંતભગવંત સાહેબજીની આજ્ઞા તથા પ્રેરણાશિષથી પ્રતિમાસની 16મી તારીખે કીર્તનસંધ્યા તથા શારદામંદિરના સ્થાપક પૂજ્ય દિનકરરાય પંડ્યા સાહેબની પુણ્યતિથીની સ્મૃતિમાં દર વર્ષની 16 ફેબ્રુઆરીએ શાળાના વાર્ષિકોત્સવ પ્રસંગમાં શારદા મંદિરના તથા નગર નડીઆદની પ્રાથમિક શાળાઓના તેજસ્વી તારલાઓને પુરસ્કૃત કરી શિક્ષણ જગતમાં પોંખવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 16મી ફેબ્રુઆરી, 2025ના દિવસે શાળાના સ્થાપક આચાર્ય અક્ષર નિવાસી પરમ પૂજ્ય દિનકરરાય પંડ્યાની 33મી પુણ્યતિથિ તથા શાળાકીય વાર્ષિક ઈનામ વિતરણ સમારંભનો સુભગ સંયોગ સર્જાયો છે.
આ પ્રસંગે નગર નડીઆદની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શ્રી દિનકરરાય પંડ્યા સ્મૃતિ પુરસ્કાર તથા શારદા મંદિરના ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓને સંતભગવંત સાહેબજી કેળવણી કૌશલ્ય પુરસ્કારથી નવાજ્યાં.
અનુપમ મિશનના સદગુરુ સંત પૂજ્ય મનોજદાસજી તથા આનંદ આશ્રમના સ્વામિજી મુદિતવદનાનંદજી, શાળા ટ્રસ્ટી પૂજ્ય સુનીલભાઈ, પ્રાથમિક વિભાગના આચાર્યા પૂજ્ય સરોજબેન તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી રાહગીરભાઈ પટેલના વરદ હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
કાર્યક્રમનો ઉઘાડ બાળ કલાકારોના મંગલધ્વનિ..મંગલગાન તથા ઉદઘોષણા બાદ પ્રાર્થનાગાન દ્વારા કરાયો.
કાર્યક્રમમાં પધારેલ મહાનુભાવોનું બુક દ્વારા સ્વાગત શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓના હસ્તે કરવામાં આવ્યું. ત્યારબાદ ધોરણ 1થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓને પધારેલ મહાનુભાવોના વરદહસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું.
અનુપમ મિશનથી પધારેલ સદગુરુ સંત પૂજ્ય મનોજદાસજીએ વાલીઓને પોતાના સમગ્ર પરિવારના સભ્યો સાથે દિવસમાં અડધો કલાક બેસી તેની સાથે ગોષ્ટી કરી તેટલો સમય ઇલેક્ટ્રોનિક સાધનોથી દૂર રહેવા હાકલ કરી. શાળામાં યોજાતી કીર્તનસંધ્યામાં વિદ્યાર્થીઓમાં આધ્યાત્મિક ઊર્જાનું બીજા રોપણ કરી સંસ્કાર સંવર્ધનનું કામ કરે છે તેમ જણાવ્યું.
શાળાના સંચાલકશ્રી સુનીલભાઈ પંડ્યા તથા આચાર્યા પૂ.સરોજબેન,આચાર્ય શ્રી રાહગીરભાઈ પટેલના માર્ગદર્શનથી સંપન્ન થયેલ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ખૂબ ભક્તિભાવપૂર્વક માણ્યો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ધોરણ 9ના વિદ્યાર્થી મૌલિક અને વૃત્તિ દ્વારા તથા શિક્ષક શ્રી નરેન્દ્રભાઈ પટેલ, જિતેન્દ્રભાઈ પરમાર તથા સુશ્રી જીજ્ઞાસાબેન મકવાણા દ્વારા કરવામાં આવ્યું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!