કડી : ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા રક્તદાતા અભિવાદન સમારોહ યોજાયો.

કડી : ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા રક્તદાતા અભિવાદન સમારોહ યોજાયો.
રક્તદાન શિબિરના આયોજન બદલ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે એવોર્ડ
ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા રક્તદાતા અભિવાદન સમારોહ યોજાયો.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ છેલ્લા 102 વર્ષથી રક્તદાન ક્ષેત્રે સતત સેવારત સંસ્થા છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાતના ચેરમેન અજયભાઈ પટેલ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદના ચેરમેન મુકેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સેન્ચ્યુરિયન બ્લડ ડોનર તથા સ્ટાર બ્લડ ડોનેશન કેમ્પની આયોજક સંસ્થાઓનો અભિવાદન સમારોહ અમદાવાદ ખાતે યોજાઈ ગયો.
જેમાં સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી-ગાંધીનગર અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયમાં પૂજ્ય માણેકલાલ સાહેબની જન્મજયંતી નિમિત્તે છેલ્લા 14 વર્ષથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં છેલ્લા 14 વર્ષમાં કુલ 13469 જેટલી રક્ત યુનિટો એકત્રિત કરી માનવ કલ્યાણ અર્થે રેડક્રોસ સોસાયટી અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવતા. જેની નોંધ લઇ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વરદહસ્તે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન બદલ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી અને કડી સર્વ વિશ્વવિદ્યાલયને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદના ચેરમેન મુકેશભાઈના વ્યક્તવ્ય મુજબ અમદાવાદ રક્તદાનની રાજધાની છે. જેમાં 135 જેટલા શતક રક્તદાતાઓ છે. ડબલ સેન્ચુરીયન પણ છે. ત્રીપલ સેન્ચુરીયન થવાની તૈયારીમાં છે. પાંચ મહિલા રક્તદાતાઓ અમદાવાદના છે. દર બે મિનિટે એક અમદાવાદી રક્તદાન કરે છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાની હળવી શૈલીમાં રક્તદાન શા માટે તથા તેનું મહત્વ શું છે ? તેમજ રેડક્રોસ સોસાયટીની અવિરત સેવાની ખૂબ પ્રસંશા કરી હતી.
એવોર્ડ પ્રાપ્તિ માટે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી થી શૈલેશભાઈ પટેલ અને કડી સર્વ વિશ્વવિદ્યાલય, ગાંધીનગરથી ભાવિક પંડ્યા ઉપસ્થિત રહી સંસ્થાવતી એવોર્ડ સ્વીકાર્યો હતો. એવોર્ડ પ્રાપ્તિથી સંસ્થાના ચેરમેન સાહેબશ્રી વલ્લભભાઈ પટેલ, સર્વે મ મંત્રીઓ, સર્વે ડાયરેક્ટરો અને સર્વે પ્રિન્સીપાલોએ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. સંસ્થાની મંડળ ઓફીસ દ્વારા તમામ રક્તદાતાઓનો રક્તદાન બદલ આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.
રીપોર્ટ : ધવલ ગજ્જર કડી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300