નવી જાણકારી મેળવવા સાથે પ્રવાસનો આનંદ માણતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો

નવી જાણકારી મેળવવા સાથે પ્રવાસનો આનંદ માણતા શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકો
પાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળાના બાળકોનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ શાળાના આચાર્યશ્રી બી. એ.વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેમાં તળાજાની બોધ્ધ ગુફાઓ અંગે અલ્પાબેન ડોડિયા અને ચંદ્રેશભાઇ દ્વારા બાળકોને સુંદર માહિતી આપવામાં આવી હતી જ્યારે એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડની મુલાકાત સમયે પ્રદીપભાઈ જાની અને તુષારભાઇ ગોસ્વામી દ્વારા સમજણ આપવામાં આવી હતી તેમજ ભગુડા અને બગદાણા વિશે પ્રવીણભાઈ બાબરીયા એ માર્ગદર્શન આપ્યું હતું.
આ શૈક્ષણિક પ્રવાસમાં શાળાના ૧૨૫ બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને નવા અનુભવો મેળવ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300