શંખેશ્વરના પંચાસર જૈન મંદિરમાં રાત્રે ચોરી ની બની ઘટના..

શંખેશ્વરના પંચાસર જૈન મંદિરમાં રાત્રે ચોરી ની બની ઘટના..
Spread the love

શંખેશ્વરના પંચાસર જૈન મંદિરમાં રાત્રે ચોરી ની બની ઘટના..

ઘટનાથી સ્થાનિક જૈન સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ..

તસ્કરોએ દાનપેટી તોડી 15 હજારની રોકડ રકમ લઈને ફરાર, પોલીસ તપાસ શરૂ..

પાટણ જિલ્લાના શુપ્રસિદ્ધ શંખેશ્વરના પંચાસર જૈન મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના સામે આવી છે.જેમાં તસ્કરોએ મંદિરની દાનપેટીને નિશાન બનાવી હતી. અને તેઓ દાનપેટી તોડીને અંદરથી આશરે 15,000 રૂપિયાની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જે આ ઘટના અંગે જૈન દેરાસરના મેનેજરે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.અને ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસ તસ્કરોને પકડવા માટે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
આ ઘટનાથી સ્થાનિક જૈન સમુદાયમાં રોષની લાગણી ફેલાઈ છે અને મંદિર સંચાલકોએ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે.

રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!