નમાજ રોજા ઇબાદત અને દાન પુણ્યના દીવસો આવી ગયા છે.

નમાજ રોજા ઇબાદત અને દાન પુણ્યના દીવસો આવી ગયા છે.
Spread the love

સમગ્ર મુસ્લિમ સમાજ જેની ખુબ આતુરતાપુર્વક રાહ જોઈ રહ્યો હતો. તે ખુબ જ પાક અને પવિત્ર ગણાતો રમજાન મહીનો શરૂ થઈ રહ્યો છે . રમજાનમાં મહીનો રોજા અને ઇબાદત સખાવત અને દાન પુણ્ય માટે જાણીતો છે.
રોજો એ માત્ર ભુખ્યા પ્યાસા રહેવું એ મકસદ નથી. વિશ્વભરમાં જ્યાં પણ મુસ્લિમ સમાજના સભ્યો રહે છે ત્યાં એક સાથે એક જ સમયે રોજાની શરૂઆત થાય છે અને લગભગ ૧૪ કલાક પછી સુર્યાસ્ત પછી રોજો ખોલવામાં આવે છે
રોજો એ આત્મશુદ્ધિ સંયમ દયા કરુણા એકતા અને અલ્લાહની નજદીક જવાની તક પણ પુરી પાડે છે.
રમજાનના દિવસો બંદગી માફી દયા અને સમાજસેવાના દિવસો છે. તમે વિચારો અમીર ધનવાન વ્યક્તિઓ હોય એને ભુખા પ્યાસા રહેવાનો સવાલ જ નથી પણ રમજાન મહિનામાં અમીરમાં અમીર હોય કે ગરીબમાં ગરીબ વ્યક્તિઓ હોય બધા એક સમાન એક સરખા થઈ જાય છે. આ પવિત્ર દિવસો આપણે ખોટા કામો કરતા અટકાવે છે. આ મહિનામાં વાતાવરણ જ અલૌકિક પવિત્ર થઈ જાય છે. મનમાં ખોટા મલિન વિચારો આવતા જ નથી. માણસ બહાર અને અંદરથી પાક પવિત્ર થઈ જાય છે આ પવિત્ર દિવસો આપણને પ્રેમ એકતા સંયમ અને ઈમાનના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
તમે જોશો જેમ જેમ તમે રોજા રાખતા જશો એમ તમારું મન વધુ શુદ્ધ થશે અને હૃદય વધુ ઉદાર બનશે. તમારા વાણી વર્તનમાંથી કઠોરતા ગાયબ થઈ જશે. તમારા મન હૃદય નિર્મળ પાવન થઈ જશે.
આ મહીનામાં આપણે શાંતિ અને ધીરજ રાખતા ઓટોમેટિક શીખી જઇએ છે. રોજા રાખ્યા હોય એટલે બે વ્યક્તિઓ વચ્ચે ચાલતી સામાન્ય તકરાર લડાઈ ઝઘડો હોય કે કોઈ ગંભીર મનદુઃખ મનભેદ દુર કરી એકબીજાને માફ કરવાની વિનંતી કરતા જોવામાં આવે છે . રોજો શરીરના દરેક અંગોને કરવાનો હોય છે. જેથી રોજા દરમિયાન રોજો રાખનાર લોકો બીજા વિશે ખરાબ બોલી શકતા અરે ખરાબ વિચારી શકતા પણ નથી. કોઇની નિંદા ટીકા કે ગીબત હરામ છે. તેથી આ મહીનામાં મોહલ્લા શેરી અને સમાજમાં શુકુન સુમેળભર્યું આનંદિત વાતાવરણ જોવા મળે છે .
જકાત દાન આ મહીનાની ખાસ વિશેષતા છે. તમારી જેટલી આવક હોય એના પર અઢી ટકા તમને આખું વરસ અલગ કાઢવાના હોય છે. એટલે કે જો તમારી સો રૂપિયાની આવક છે તો અઢી રૂપિયા તમને ફરજિયાત જકાત માટે અલગ કાઢવાના છે. આખા વરસ દરમિયાન આવી અલગ કાઢેલી જકાતની રકમ ગુપ્ત રીતે જરૂરીયાતમંદને આપવામાં આવે છે . કોઈ મહીનાનું અનાજ આપે છે તો કોઈ રોકડ રકમ આપે છે. કોઈ દવા કે ઓપરેશન માટે આપે છે કોઈ વિધાથીઓને યુનિફોર્મ ચોપડા કે સ્કુલ ફી માટે આપે છે . કોઈને મકાન કે દુકાન માટે મદદ કરવામાં આવે છે કોઈને દેવામાંથી વ્યાજમાંથી બહાર કાઢી આપવામાં આ જકાતની રકમ આપે છે
આ મદદ એકદમ ખાનગી રીતે કરવામાં આવે છે. ક્યારેક તો પરિવારના સભ્યોની જાણ બહાર પણ આ રીતે મદદ કરવામાં આવે છે. ઘણી વખત આ રકમ ખુબ જ મોટી હોય છે પણ ક્યાંક પણ આની જાહેરાત કરવામાં આવતી નથી કોઈ પબ્લિસિટી કરવામાં આવતી નથી.
સૌથી પવિત્ર ગણાતી એક રાત્રિની ઇબાદત એક હજાર રાત્રિની ઇબાદત કરતા પણ વધારે માનવામાં આવે છે તે લયલતુલ કદરની પવિત્ર રાત પણ રમજાનમા જ આવે છે આખી રાત જાગી બંદગી કરી નમાજો અદા કરી વિશ્વશાંતિ અમન શાંતિ માટે દુવા માંગવામાં આવે છે.
તમામ બિરાદરોના બધા રોજા નમાજ બંદગી ઇબાદત દાન કબુલ થાય એમ દુવા કરીએ.

આલેખન : અબ્બાસ કૌકાવાલા. સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!