મેંદરડા ખાતે આવેલ દિવ્યાંગ બાળકોની સંસ્થા ની મુલાકાતે જુનાગઢ ના નવ નિયુક્ત મેયર

મેંદરડા ખાતે આવેલ દિવ્યાંગ બાળકોની સંસ્થા ની મુલાકાતે જુનાગઢ ના નવ નિયુક્ત મેયર
સંસ્થાને જ્યારે પણ કોઈ પણ પ્રકારની જરૂર પડે ત્યારે મદદ કરવાની મેયર દ્વારા ખાત્રી આપવામાં આવી
શ્રીજી દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અતિ ગંભીર બાળકોની સંસ્થા મેંદરડાના સમઢીયાળા રોડ પર કાર્યરત છે આ સંસ્થામાં ૨૧ જેટલા અતિ ગંભીર દિવ્યાંગો રહે છે ત્યારે જુનાગઢ મહાનગર પાલિકાના નવ નિયુક્ત મેયર ધર્મેશભાઈ ખાસ આ સંસ્થાની મુલાકાતે પધારેલ હતા સંસ્થાના બાળકો સાથે સમય પસાર કરી અને સંસ્થા તથા બાળકો વિશે ખૂબજ વિસ્તૃત રીતે માહિતી મેળવી હતી
સંસ્થાની સ્વચ્છતા અને સુઘડતા તથા સંસ્થામાં રાખવામાં આવેલ બાળકોની દેખરેખ થી અભિભૂત થયેલ હતા અને સંસ્થાનું પ્રાકૃતિક વાતાવરણ ખૂબ જ સુંદર છે તેવું પણ આ તકે જણાવ્યું હતું
આ તકે મેયરે જણાવ્યું કે ખરેખર માનવસેવા એ જ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરતી આ સંસ્થા આવા અતિગંભીર દિવ્યાંગો કે જેમને પોતાની દૈનિક ક્રિયાઓ નું પણ કોઈ પણ જાતનું ભાન હોતું નથી. એવા બાળકોને ખૂબ જ સારી રીતે સાર સંભાળ રાખી રહી છે આ માટે તેમણે સંસ્થાના સંચાલક મંડળને ખૂબ જ શુભેચ્છા પણ આ તકે પાઠવી હતી
અને સંસ્થાને જ્યારે પણ કોઈ જાતનિ જરૂરિયાત પડે ત્યારે દરેક મદદ કરવાની પણ આતકે ખાત્રી આપવામાં આવી હતી આ તકે સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઇ જોશી એ નવ નિયુક્ત મેયર ધર્મેશભાઈ પોશિયા નો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આ દિવ્યાંગ બાળકોને આવો જ પ્રેમ અને હુંફ મળતી રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી તેમ સંસ્થાના સંચાલક શ્રી કૌશિકભાઈ જોશી ની યાદીમાં જણાવવામાં આવ્યું હતું
રીપોર્ટ : કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300