જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોએજ ગામે આપત્તિ વ્યવસ્થાપન અંગે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

રાહત નિયામકશ્રીની કચેરીના સહયોગથી જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અંગે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો
જુનાગઢ : રાહત નિયામકશ્રીની કચેરી મહેસૂલ વિભાગ ગાંધીનગરના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર જુનાગઢ દ્વારા આયોજિત આપત્તિ વ્યવસ્થાપન અંગે ત્રિદિવસીય વર્કશોપ માંગરોળ મામલતદારશ્રી પરમારના માર્ગદર્શન તળે માંગરોળ તાલુકાના લોએજ મુકામે યોજાયો હતો.
જેમાં લોએજ અને આસપાસના ગામડાના અનેક લોકો આ તાલીમ કાર્યશાળામાં સહભાગી બન્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોએ આપત્તિ વ્યવસ્થાપન અંગેની ટ્રેનિંગ લીધી હતી.
મામલતદારશ્રી પરમાર દ્વારા ગ્રામજનોને કુદરતી આફતોનો સામનો કેવી રીતે કરવો તે બાબતે માર્ગદર્શિત કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આવી ટ્રેનિંગ ખૂબ જ જરૂરી છે, આવી આપત્તિ ક્યારેક આપણી આપણી ઉપર કે આજુબાજુ આવી શકે તો આવી ટ્રેનિંગ ખૂબ જ અગત્યની બની શકે છે.
આ કેમ્પમાં આગેવાનશ્રી દાનાભાઈ ખાંભલા સહિત અનેક ગણમાન્ય આગેવાનો પણ જોડાયા હતા. તેઓએ હાજર રહીને ટ્રેનિંગ લીધેલા નાગરિકોએ ગૂજરાત સરકારના આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, મહેસુલ વિભાગ તેમજ જિલ્લા કલેકટર કચેરીના ઉપક્રમે યોજાયેલી આ આપત્તિ સામે કેવી રીતે સામનો કરી શકાય તેની તાલીમ ખરા અર્થમાં માંગરોળ અને દરિયાકાંઠાના વિસ્તારના ગ્રામજનોને ખૂબ જ ઉપયોગી પુરવાર થાય તેમ છે તેમ જણાવ્યું હતું. અકસ્માત, કુદરતી આપત્તિ વગેરે નદી કૂવા તળાવમાં ડૂબતા લોકોને કેમ બચાવવા એવી તમામ બાબતની ચિંતા કરી રાજ્ય સરકાર આવી ટ્રેનિંગ આપી રહી છે તેની સરાહના કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માંગરોળ મામલતદાર કચેરીના કર્મચારીશ્રીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300