કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે
Spread the love

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે

તા. ૨૯ અને 30 માર્ચ ૨૦૨૫ના રોજ કરશે વિવિધ વિસ્તારની મુલાકાત

મેંદરડા ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં આપશે હાજરી

૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી શ્રી ડૉ. મનસુખ માંડવિયા તા.ર૯ અને ૩૦ માર્ચના રોજ જુનાગઢ અને રાજકોટના પ્રવાસ અર્થે આવનાર छे. આ પ્રવાસ દરમિયાન તેઓ તા.ર૯ માર્ચ ૨૦૨પ, શનિવારના રોજ સવારે ૧૦ વાગ્યે મેંદરડા ખાતે યોજાનાર ‘સેવાસેતુ’ કાર્યક્રમમાં હાજરી આપશે અને લાભાર્થીઓ સાથે સંવાદ કરશે. સેવા સેતુ કાર્યક્રમ બાદ તેઓ મેંદરડા ખાતે શોરૂમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી આપનાર છે.

શનિવાર બપોરે તેઓ વિવિધ ધાર્મિક સ્થળોએ દર્શન કરવા જનાર છે. જેમાં બપોરે ૩ વાગ્યે સમઢીયાળા ગંગેડી આશ્રમ ખાતે દર્શન કરશે. ત્યારબાદ તેઓ બપોરે ૩:૩૦ વાગ્યે ખોરસા ખાતે આવેલ તિરુપતિ બાલાજી મંદિર ખાતે દર્શન કરશે. બપોરે ૦૪:00 વાગ્યે સોનલ ધામ, મઢડા ખાતે મુલાકાત લઈ દર્શન કરશે.

સાંજે ૫ વાગ્યે તેઓ મંત્રીશ્રી માર્કેટિંગ યાર્ડ, વંથલી ખાતે નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તથા સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને માર્ગદર્શન આપશે. વંથલી ખાતે કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ તેઓ જુનાગઢ ખાતે શહેર ભાજપ કાર્યાલયની મુલાકાત લેશે જ્યાં જુનાગઢ મહાનગરના કોર્પોરેટરો સાથે બેઠક કરશે અને માર્ગદર્શન આપશે.

તા. 30 માર્ચ ૨૦૨૫, રવિવારના રોજ તેઓ સવારે ૭ વાગ્યે સ્થાનીકો સાથે ‘Sunday on Cycle’ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૧૦ થી બપોરે ૩ વાગ્યા સુધી તેઓ ઉપલેટા ખાતે આવેલ ‘ગોરસ’ સાંસદ કાર્યાલય, ઉપલેટા, રાજકોટ ખાતે નવા રાજકોટની વિવિધ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તથા સ્થાનિક કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અને માર્ગદર્શન આપશે.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!