જૂનાગઢ જિલ્લા વિકસિત ભારત અન્વયે યુથ પાર્લામેન્ટ સ્પર્ધા– ૨૦૨૫ યોજાઈ

જૂનાગઢ જિલ્લા વિકસિત ભારત અન્વયે યુથ પાર્લામેન્ટ સ્પર્ધા– ૨૦૨૫ યોજાઈ
જૂનાગઢ : રાજય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, જૂનાગઢ સંચાલીત વર્ષ ૨૦૨૪-૨૫માં લોકશાહી શાસન વ્યવસ્થાના ગુજરાતના યુવક અને યુવતિઓમાં ગુણો વિકસે તથા યુવા વર્ગમાં મતદાનનું મહત્વ સમજાય, ચૂંટણી વ્યવસ્થાની માહિતી યુવાનોને મળે જેનાથી રાષ્ટ્ર નિર્માણ તથા રાષ્ટ્રનું લોકતંત્ર મજબૂત થાય તે માટે નોબેલ યુનિર્વસીટી જૂનાગઢ ના સહયોગથી જૂનાગઢ ગ્રામ્ય જિલ્લા કક્ષા અને ર્ડા. સુભાષ યુનિર્વસીટી જૂનાગઢના સહયોગથી જૂનાગઢ શહેર વિકસિત ભારત @ ૨૦૪૭ વિઝન અંતર્ગત જિલ્લા કક્ષા વિકસિત ભારત ‘‘ યુથ પાર્લામેન્ટ સ્પર્ધા– ૨૦૨૫ ’’ ની વકૃત્વ સ્પર્ધા યોજાઈ હતી.
જૂનાગઢ ગ્રામ્ય ની સ્પર્ધાના ઉદ્દઘાટન કાર્યક્રમમાં ર્ડા.એચ. એન. ખેર વાઈસ ચાન્સેલર નોબેલ યુનિર્વસીટી જૂનાગઢ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ જેમાં ર્ડા. એચ. એન. ખેર એ જણાવેલ કે, દેશમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતિઓનું રાષ્ટ્રને સશક્ત બનાવવામાં ખૂબજ અગત્યનો ભાગ ભજવે છે. તેમાં ખાસ કરીને યુનિર્વસીટીઓનો ખૂબ જ અગત્યનો રોલ રહેલ છે. આ માટે સૌ યુવાનોને પોતાનામાં રહેલ સુશુપ્ત શક્તિઓ બહાર લાવવા આહવાન કરેલ હતું અને સ્પર્ધકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ બંધારણમાં દર્શાવેલ પોતાની મુળભૂત ફરજો અને અધિકારોને સમાન રીતે અમલમાં લેવા સમજાવેલ હતું. શાબ્દિક સ્વાગત અને.ડી.વાળા જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ એ કર્યુ હતું. આભાર વિધી ર્ડા. પ્રતિક્ષા પ્રભાકર એ અને કાર્યક્રમ સંચાલન ર્ડા. હારૂન વિહળ એ કર્યુ હતું.
જૂનાગઢ જિલ્લાનાં ૧૫ થી ૨૯ વર્ષની યુવક-યુવતીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. અને જેમા ભારતીય બંધારણના ૭૫ ગૌરવશાળી વર્ષ, વિકસીત ભારત@૨૦૪૭૩, વન નેશન, વન ઈલેકશન : વિકસીત ભારત માટે માર્ગ મોકળો વિષય માં પોતાનું વક્તવ્ય આપ્યુ હતું.
જેમાં જૂનાગઢ ગ્રામ્યમાં પ્રથમ પૃષ્ટિ રૂપારેલીયા નોબેલ હોમીયોપેથી કોલેજ, દ્વિતીયમોરી પ્રેશીતા નોબેલ યુનિર્વસીટી , તૃતીય મોરી કોમલ વિજેતા થયેલ છે. જ્યારે જૂનાગઢ શહેરમાં પ્રથમ બેલીમ કૈાશરબાનુ બહાઉદ્દીન આર્ટસ કોલેજ, દ્વિતીય જોગલ જયદીપ ર્ડા. સુભાષ યુનિર્વસીટી, નંદની કટારા જૂનાગઢ વિજેતા થયેલ છે. ૧ થી ૩ ક્રમના વિજેતાઓ રાજ્ય કક્ષા યુથ પાર્લામેન્ટ ૨૦૨૫ ગાંધીનગર ખાતે ભાગ લેવા જશે. જિલ્લા કક્ષાના પ્રથમ વિજેતાને ૨૧,૦૦૦/-, દ્રિતીય ૧૫,૦૦૦/- તૃતીય ૧૦,૦૦૦/-, ચતુર્થથી દસમાં ક્રમ સુધી તમામને રૂપિયા ૫,૦૦૦/- મળી ૮૧,૦૦૦/- કુલ ઇનામો આપવામાં આવશે. .
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300