જુનાગઢ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજી ની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ

જુનાગઢ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજી ની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ
Spread the love

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજી ની અધ્યક્ષતામાં યોગ શિબિર યોજાઈ

મેદસ્વિતાથી મુક્ત થવા માટેના પ્રાણાયામ, આસનો, દિનચર્યા,ખાનપાન અંગે માર્ગદર્શન અને કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ યોજાઈ :યોગ જીવન પદ્ધતિ છે,ચિકિત્સા પદ્ધતિ છે,સાધના પદ્ધતિ છે – ચેરમેન શ્રી શિશપાલજી

ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા સહિતના મહાનુભાવો એ યોગાભ્યાસ કર્યો

જૂનાગઢ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીની અધ્યક્ષતામાં આજ રોજ વહેલી સવારે ખુશનુંમાં વાતાવરણમાં ઝાંસીના પૂતળા પાસે, બસ સ્ટેન્ડ રોડ જૂનાગઢ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.જેમાં ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા, સહિતના પદાધિકારીઓ અધિકારીઓએ યોગાભ્યાસ કર્યો હતો.


ચેરમેન શ્રી એ આ યોગ શિબિરમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમમાં મેદસ્વિતાને વૈશ્વિક ચિંતા ગણાવીને તેના નિવારણ માટે યોગને પ્રોત્સાહન આપવાના આહ્વાનથી પ્રેરિત થઇ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સમગ્ર ગુજરાતને મેદસ્વિતાથી મુક્ત કરવા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બૉર્ડ દ્વારા આ શિબિરનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું છે.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે યોગ એ ભારતીય સંસ્કૃતિની દેન છે.અધ્યાત્મની નગરી જૂનાગઢ આજે યોગનગરી બની ગઈ છે.તેમણે મેદસ્વિતા થવાના કારણો અને મેદસ્વિતાથી મુક્ત થવા માટેના પ્રાણાયામ, આસનો, દિનચર્યા અને ખાનપાન અંગે માર્ગદર્શન આપ્યું હતું.સાથેજ સ્વસ્થ જીવન જીવવા નિયમિત એક કલાક યોગ કરવા પણ કહ્યું હતું. આ ઉપરાંત તેમણે ઉપસ્થિત ભાઈઓ બહેનોને યોગ શિક્ષક બનવા પણ આહવાન કર્યુ હતુ. તેમણે કહયુ હતું કે, યોગ શિક્ષક બનવાથી તમે રાષ્ટ્રભકત બનશો, હજારો લોકો સ્વસ્થ થવાના છે. યોગના માધ્યમ થી સમાજ સુધારક બનવાનું કામ થશે. તેમણે જૂનાગઢ જિલ્લામાં ઘર ઘર સુધી યોગ પહોંચાડવા બદલ જૂનાગઢ જિલ્લા યોગ કોર્ડીનેટર ચેતનાબેન ગજેરા અને જૂનાગઢ મહાનગરપાલિકા યોગ કોર્ડીનેટર વૈશાલીબેનને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયાએ પણ જૂનાગઢ જિલ્લામાં થતી યોગની કામગીરીને બીરદાવી હતી.સાથે જ તેમણે કહયુ હતુ કે, આજે જૂનાગઢવાસીઓ આજે યોગમય બની અને રોગમુકત બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ યોગ શિબિર બે સેશનમાં યોજાઇ હતી.જેમાં પ્રથમ સેશનમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અન્વયે મેદસ્વિતા ના નિવારણ માટે માર્ગદર્શન મહત્વના યોગાસનો – પ્રાણાયામો અને બીજા સેશનમાં કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ ચેરમેનશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયું હતું.
આ શિબિરમાં પદાધિકારીઓ, અધિકારીઓ, યોગ કોચ, ટ્રેનરો અને નાગરિકો બહોળી સંખ્યામાં સહભાગી બન્યા હતા.

રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!