જુનાગઢ : ધારાસભ્ય શ્રી ના હસ્તે પાણી પુરવઠા યોજના અંતર્ગત તૈયાર કરાયેલ વિકાસના કામોનું લોકાર્પણ

ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાના હસ્તે પાણી પુરવઠા યોજના અંતર્ગત રૂ. ૩.૫૭ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ વિકાસના કામોનું લોકાર્પણ
જૂનાગઢ : ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાના હસ્તે જૂનાગઢ જિલ્લાના માખીયાળા ગામે “વંથલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના” અંતર્ગત રૂ. ૩.૫૭ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ નર્મદા પાઈપલાઈન, મુખ્ય પમ્પિંગ સ્ટેશન અને સપ્લાય નેટવર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ યોજના હેઠળ જૂનાગઢ તાલુકાના કુલ ૩૮ ગામો અને ૩ નગરોને શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. ખાસ કરીને માખીયાળા, ગાલિયાવાડ અને ખલીપુર સબ હેડવર્ક્સ મારફતે પંપિંગ દ્વારા નર્મદાનું પાણી પરિવહન કરી ગામોમાં પહોંચાડવામાં આવશે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ જણાવ્યું હતું કે, ગામડાઓમાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ સરકારની પ્રતિબદ્ધતા છે. આજે આ પાઈપલાઈનથી પીવાના પાણીની સમસ્યા હલ થશે અને ગ્રામજનોને શહેરી સુવિધાનો અનુભવ મળશે.
આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી કેવલભાઈ ચોવટિયા,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ઠુંમર, તેમજ આસપાસના ગામોના સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300