જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૧૧ એપ્રિલના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૧૧ એપ્રિલના ભરતી મેળો યોજાશે
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ક્યુસ કોર્પો. લી. ના કરાર પર સોલાર મેન્યુફેક્ચરીંગ કંપની મુ. જામનગર ખાતે મશીન ઓપરેટરની જગ્યાઓ માટે ૨૦ થી ૨૯ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ ડિપ્લોમા કે આઇ.ટી.આઇ. ફક્ત ટેકનીકલ ટ્રેડ (કોપા સીવિલ અને કમ્યુટર સીવાયના તમામ ટ્રેડ માટે) શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, – જૂનાગઢ ખાતે તા.૧૧/૦૪/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300