મંત્રીશ્રીના હસ્તે તા. ૧૦ એપ્રિલના ઉપરકોટ ખાતે સવારના ૯ કલાકે વિકાસલક્ષી કામનું ખાતમુહૂર્ત યોજાશે

પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે વીર દેવાયત બોદર અને રા’નવઘણ ઈતિહાસને દર્શાવતા મેમોરીયલનો ખાતમુહૂર્ત સમારોહ યોજાશે
મંત્રીશ્રીના હસ્તે તા. ૧૦ એપ્રિલના ઉપરકોટ ખાતે સવારના ૯ કલાકે વિકાસલક્ષી કામનું ખાતમુહૂર્ત યોજાશે
જૂનાગઢ : પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસની કામગીરીનો ખાતમુહૂર્ત સમારોહ યોજાશે. આ સમારોહ ઉપરકોટ ખાતે તા.૧૦ એપ્રિલના રોજ સવારે ૯ કલાકે યોજાશે.
મંત્રી શ્રી મુળુભાઈ બેરા તા.૧૦ એપ્રિલના રોજ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે પધારનાર છે.મંત્રી શ્રી
રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર પુરાતત્વ અને સંગ્રહાલય ગાંધીનગર દ્વારા ઉપરકોટ ખાતે બનનાર વીર દેવાયત બોદર, રા’નવઘણ, વીર ભીમડા વાલ્મિકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસની કામગીરીના ખાતમુહૂર્ત સમારોહમાં ઉપસ્થિત રહેશે.
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300