ચાણસ્મા : ઝીલીયા ગાંધી આશ્રમમાં તોડફોડ કરી સંચાલકને ધમકી અપાયા ની ફરિયાદ નોધાઈ..

ઝીલીયા ગાંધી આશ્રમમાં તોડફોડ કરી સંચાલકને ધમકી અપાયા ની ફરિયાદ નોધાઈ..
પાટણ જીલ્લાના ચાણસ્મા તાલુકાનાં પ્રતિષ્ઠિત ઝિલિયાનાં ગાંધી આશ્રમમાં બુધવારે સવારે સંસ્થાના જ કર્મચારી કનુભાઈ દેસાઈ એ તેમનાં ગામનાં જ ત્રણ વ્યક્તિઓને સાથે રાખીને લાકડી તથા તલવાર જેવા મારક હથિયારો સાથે આવીને સંસ્થામાં ગુનાહિત પ્રવેશ કરીને સંસ્થાનાં કર્મચારીઓને માર મારીને સમાજ સેવક અને સંસ્થાનાં સંચાલક પરિવારનાં લાલભાઈ માલજીભાઈ દેસાઈ રહે.ઝિલિયા,તા.ચાણસ્મા તથા તેમનાં પિતા પ્રખર ગાંધી વાદી માલજીભાઈ દેસાઈને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.અને સંસ્થામાં રહેલા કેમેરાઓ તોડી નાંખીને નુકશાન કરી સંસ્થામાં અભ્યાસ કરતાં બાળકો
માં ભય ઉભો કર્યો હતો. આ ધમાલનું કારણ એ હતું કે, હુમલો કરનારાનાં ભત્રીજાને ગાંધી આશ્રમમાં નોકરીએ રાખવા બાબતે મામલો બિચક્યો હતો. આ બનાવ અંગે ચાણસ્મા પોલીસે લાલભાઈ દેસાઈની ફરિયાદનાં આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300