જામનગર શંકર ટેકરીમાં હિન્દુ સેના દ્વારા રામ નવમીની ભવ્ય ઉજવણી

જામનગર શંકર ટેકરીમાં હિન્દુ સેના દ્વારા રામ નવમીની ભવ્ય ઉજવણી
જામનગર શંકર ટેકરી વિસ્તારમાં હિન્દુ સેના દ્વારા દર વર્ષની જેમ રામ નવમી ની રથયાત્રા માં રામજીના દર્શન સાથે રામભકતો મોટી સંખ્યા માં જોડાયા,તેમજ શ્રી રામજી ના ભજનોથી રાસ ગરબા અને તલવાર રાસથી આનંદ સાથે વાતાવરણ રામમય બનાવી દીધું.
જામનગર દિગ્વિજય પ્લોટ શંકર ટેકરી વિસ્તાર રામનગરના ખૂણે આવેલ શંકરના મંદિરેથી રામ નવમી નિમિત્તે હિન્દુ સેના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ ના નેજા હેઠળ રામસવારીનું પ્રસ્થાન મંદિરના પૂજારી ધર્મેશ ભાઈએ બપોરે 1:30 વાગ્યે બીજેપી ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, જેન્તીભાઇ ગોહિલ, શોભનાબેન પઠાણ, પ્રવીણસિંહ જાડેજા, રસિકભાઈ પઠાણ, અશોકભાઈ વશિયાર, આ વોર્ડના પ્રમુખ જયેશભાઈ અકબરી, યુવા પ્રમુખ અર્જુંનસિહ રાઠોડ, બાલુભા જાડેજા સહિત ભાજપના વોર્ડ 15 માં જવાબદારો તેમજ હિન્દુ સેના ના સૌરાષ્ટ્ર ના મંત્રી મયુર ચંદન, યુવા પ્રમુખ હર્ષ ભાનુશાળી, જિલ્લા પૂર્ણકાલિન કિશન નંદા, કોષાધ્યક્ષ મંથન અઘેરા, ઉપપ્રમુખ ધીરેન નંદા, રાહુલ નંદા, જતીન ઠાકોર, પાર્થ ગોસ્વામી, રામુ મદ્રાસી, રવિ લાખાણીની ખાસ ઉપસ્થિતિ રહી હતી.
આ રામ સવારી દરમ્યાન રસ્તામાં શંકર મંદિરે મુન્નાભાઈ વશિયર અને તેમની ટીમ દ્વારા ઠંડી છાસ, નવી નિશાળ સામે જયદેવસિંહ રાઠોડ અને રાજેન્દ્રસિંહ રાઠોડ તથા હઠીલા હનુમાન મંદિર પાસે ગોપી મંડળ દ્વારા તથા ગાયત્રી ગરબી મંડળ, સુભાષ પરા એકમાં બાળ હિન્દુ સેના, બાપા સીતારામ મઢુલી પાસે, સુભાષ પરા વિજય ભાઈ અને રોહિતભાઈ દ્વારા, સુભાષ પરા બે માં ખોડીયાર મિત્ર મંડળ દ્વારા ઠંડુ, સૂકીભાજી, નાસ્તોની પ્રસાદીનું આયોજન કરેલ હતું. અને આ વિસ્તારના આગેવાન સંજય કનખરા, ભૂટાભાઈ વશિયર, ઘનાભાઈ ભાનુશાળી, રવિરાજસિંહ ચૌહાણ, આલાભાઈ ચારણ, જીતેન્દ્ર જાદવ, રાજેન્દ્રસિંહ જાડેજા, સંદીપભાઈ બાવાજી, ભરત નંદા, વિવેક નંદાએ ભગવી ધજાઓથી સુશોભિત કરી ભગવામય બનાવી હતી. આ વિસ્તારના મુખ્ય અભયસંગ, સિધ્ધરાજસિંહ તેમજ હાર્દિક નિમાવત તેમજ તેમની ટીમ દ્વારા રામસવારીનું સ્વાગત તેમજ તમામ રામભક્તોપર ફૂલહાર કરી શોભા વધારી હતી.
સંપૂર્ણ રામસવારી દરમિયાન શંકર ટેકરીમાં સીટી ‘ સી ‘ પોલીસ સ્ટેશનના પી. આઇ જે. જે. ચાવડા સાહેબ અને પી. એસ. આઇ આર. ડી. ગોહિલ સાહેબ તથા વી. બી. બરબસિયા, શૈલેન્દ્રસિંહ સિસોદિયા અને તેમના સ્ટાફ તેમજ સી.આઇ. ડી, એલ. આઇ. બી ના અધિકારીઓની ખાસ ઉપસ્થિતિ સાથે રામ સવારીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ હતો, સારી કામગીરી બદલ બંદોબસ્ત માં આવેલ પી.એસ. આઈ આર. ડી. ગોહિલ નું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. છેલ્લા છ વર્ષથી શરૂ કરનાર આ રામ સવારીના મુખ્ય કન્વીનર દીપકભાઈ પિલ્લાઈ દ્વારા સવારીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેથી સંકર ટેકરી વિસ્તારમાં હિન્દુ ધાર્મિક તહેવારોમાં ધર્મ પ્રત્યેની ભાવના અને લોકો રામમય બની રહે તેવો ધાર્મિક માહોલ ઊભો કરવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300