બરખલા ગામનાં લખન જાડેજાને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ઘઉંના ભાવ બજાર કિંમત વધુ કરતા મળ્યા

પોરબંદર:બરખલા ગામનાં લખન જાડેજાને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદિત ઘઉંના ભાવ બજાર કિંમત વધુ કરતા મળ્યા
૨૫ વિઘા જમીનમાં તદ્દન નજીવા ખર્ચે એક વિઘાદીઠ ૪૧ મણ ઘઉંનું મબલક ઉત્પાદન રામબાણ પ્રાકૃતિક કૃષિ ફાર્મ દ્વારા ૨૦ કિલો ઘઉંના રુ.૮૦૦ની કિંમતમાં થયું વેચાણ
ગોસા(ઘેડ) : પ્રાકૃતિક કૃષિએ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે જેના પરિણામે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળીને તદ્દન નજીવા ખર્ચથી પ્રાકૃતિક ખેતી કરીને ઉત્પાદનોના વધુ ભાવો મેળવીને આર્થિક રીતે સધ્ધર બની રહ્યા છે.
પોરબંદર જિલ્લાનાં બખરલા ગામનાં લખનભાઈ જાડેજાએ સુભાષ પાલેકરની અમદાવાદ ખાતેની શિબિરમાંથી પ્રેરણા મેળવી હતી ત્યાબાદ પ્રાકૃતિક ખેતી અપનાવીને મબલક કમાણી કરી રહ્યાં છે.
લખમણ જાડેજાએ આ વખતે ૨૫ વિધા જમીનમાં ઘઉં (ટુકડા) વાવવામાં આવ્યા હતા. તેમણે પ્રાકૃતિક રીતે આ ઘઉંનું ઉત્પાદન કરીને ૧ વિઘાએ ૪૧ મણ ઘઉંનું મબલક ઉત્પાદન મેળવ્યું છે.અને તૈયાર થયેલા ઘઉંને મૂલ્યવર્ધન કરીને રામબાણ પ્રાકૃતિક કૃષિ ફાર્મ દ્વારા ઓનલાઈન ઓર્ડરથી ૨૦ કિલોના રુપિયા ૮૦૦ના ભાવથી વેચાણ કરીને મબલખ કમાણી કરી છે અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે પ્રેરણા રૂપ બન્યા છે.
રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300