માંગરોળના દરસાલી ગામેથી ઇગ્લીશ દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડતી શીલ પોલીસ

શીલ પો.સ્ટે. વિસ્તારના દરસાલી ગામના સરકારી ખરાબાના કાચા રસ્તેથી ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ ભરેલ આઇસર ટ્રક પકડી પાડતી શીલ પોલીસ
તારીખ. 20/04/2025 જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા સાહેબ ની સુચના તેમજ જુનાગઢના ઇન. પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબ તથા માંગરોળ વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર સાહેબના સુપરવિઝન હેઠળ પ્રવર્તમાન સમયમાં દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબૂદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમોને દબોચી લઈ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય જેથી આ કામે શીલ પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ. શ્રી એસ.એ.સોલંકી તથા શીલ પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોકત સુચના ધ્યાને લઇ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ ફરી આવી ગે.કા પ્રવૃતિ કરતા ઇસમો ઉપર સતત વોચ રાખતા પો.હેડ કોન્સ. એમ.એમ.સિસોદીયા તથા એ.એસ.આઇ. જે.કે. ગરચર તથા માંગરોળ પો.સ્ટે.ના પો.કોન્સ કિશોરભાઈ ગરચર નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે દરસાલીથી ચર તરફ જતા રોડની ઉતર તરફે સરકારી ખરાબાના કાચા રસ્તા ઉપર એક ટ્રક (આઇસર) ઇંગ્લીશ દારૂનું કટીંગ કરવાની પેરવી કરે છે. તેવી હકીકત મળતા બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા એક આઇસર ટૂંક ઉભેલ હોય જેથી પો.સ્ટાફના માણસો આઇસર ટ્રક પાસે જઇ આઇસર ટ્રકને કોર્ડન કરી જોતા ત્યા બે ઇસમો હાજર હોય જે પોલીસને જોઈ ભાગવા જતા જેઓને શીલ પો.સ્ટે.ના પો.સ્ટાફે અલગ અલગ દિશાઓ તરફ દોડીને સદરહુ આરોપીઓને ફિલ્મી ઢબે કોર્ડન કરી પકડી પાડી આઇસર ટ્રક ચેક કરેલ, આઇસર ટ્રકની અંદર ચેક કરતા જેમાં બાસમતી ચોખાના બાચકા જોવામા આવેલ જે બાચકાઓને ઉચકીને ચેક કરતા તે બાચકાઓની આડમાં ઇંગ્લીશ દારૂની પેટીઓ રાખેલ હોય જે તમામ દારૂની પેટીઓ ચેક કરેલ જેમા અલગ અલગ નાની મોટી દારૂની બોટલો ગણી જોતા નીચે જણાવેલ મુદામાલ સાથે નીચે જણાવેલ આરોપી નં. ૧ તથા આરોપી નં-ર નાઓ ત્યા હાજર મળી આવેલ તેમજ નામ ખુલેલ આરોપી નં. ૩ તથા ૪ નાઓ સદરહુ ગુન્હામાં સામેલ હોય તેમજ તપાસમા ખુલે તે તમામ આરોપીઓ વિરૂધ્ધ અત્રેના શીલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એકટની કલમ-૬૫-એ.૬૫-ઇ,૧૧૬(બી),૯૮(૨).૮૧ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
0 આરોપીઓનુ નામ, સરનામુ:-
(૧) રીઝવાનભાઇ ઉમરભાઈ લાખા જાતે- ગામેતી મુસ્લીમ ઉ.વ.૨૫ ધંધો ડ્રાઇવિંગ મુળ રહે-શેરીયાખાણ ઠે. ધૂણખાણ વિસ્તાર હાલ રહે.જામવાડી ગામ નવા પ્લોટ વિસ્તાર તા.માળીયા હાટીના જી.જુનાગઢ
(૨) ઇરફાનશા રફીકશા સર્વદી જાતે-ફકીર મુસ્લીમ ઉ.વ.૨૦ ધંધો-ડ્રાઇવિંગ રહે.જામવાડી ગામ નવા પ્લોટ વિસ્તાર તા.માળીયા હાટીના જી.જુનાગઢ
0 પકડવાના બાકી
(નામ ખુલેલ) આરોપીઓનુ નામ, સરનામુ :-
(૩) રાજસ્થાનના ફતેહપુર મો નં ૯૬૦૧૫૨૧૫૪૬ વાળો
(૪) મેહુલ રબારી રહે, દરસાલી ગામ તા.માંગરોળ
0 કબજે કરેલ મુદામાલ :-
(૧) ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ પીવાનો દારૂ અલગ-અલગ કંપનીની શીલબંધ નાની મોટી કાચની બોટલ નંગ-૪૯૨ કિ.રૂ.૧,૯૪,૮૫૬/-
(૨) બીયર ટીન નંગ-૧૧૨ કિ.રૂ.૧૧,૨૦0/-
(૩) મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૨૦,૦૦૦/-
(૪) રોકડા રૂ.૩,૦૦૦/-
(૫) ચોખા બાચકા નંગ-૨૩૫ કિ.રૂ. ૩,૮૭,૭૫૦/-
(૬) આઇસર ટ્રક રજી.નંબર- GJ-11-V V-7636 જેની કિ.રૂ.૧૫,૦0,000/-
નો મળી કુલ કિ.રૂ.૨૧,૧૬,૮૦૬/-નો મુદામાલ કબજે કરવામાં આવેલ
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ ની વિગત-
આ કામગીરીમા શીલ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી એસ.એ.સોલંકી સાહેબ તથા એ.એસ.આઇ. ડી.એ.ડોડિયા તથા એ.એસ.આઇ. જે.કે.ગરચર તથા પો.હેડ કોન્સ. એમ.એમ.સિસોદીયા તથા પો.કોન્સ દિનેશભાઇ ભેડા તથા પો.કોન્સ ઘનશ્યામસિંહ જુજીયા તથા પો.કોન્સ.ભાવેશભાઇ છેલાણા તથા પો.કોન્સ અરવિંદભાઇ ગોહેલ તથા ડ્રા.પો.કોન્સ વિજયભાઇ બંધીયા તથા માંગરોળ પો.સ્ટે.ના પો.કોન્સ કિશોરભાઈ ગરચર નાઓ સાથે રહી કામગીરી કરવામાં આવેલ છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300
.