ગાંધીનગર : મંગળવારથી “હેપ્પી ચકલી ઘર” મેળવવાની વધુ એક તક..!!

ગાંધીનગર : મંગળવારથી “હેપ્પી ચકલી ઘર” મેળવવાની વધુ એક તક..!!
સે. 23માં નિસર્ગ સાયન્સ સેન્ટર ખાતે અને સે. 8માં ગાંધીનગર સમાચાર કાર્યાલયથી બપોરે 1થી સાંજના 5 વાગ્યા દરમ્યાન મેળવી શકાશે
ગાંધીનગર : ગાંધીનગરમાં હેપ્પી યુથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક”નું આયોજન કરવામાં આવ્યું હતું જેને ખુબ જ પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડ્યો હતો. હેપ્પી સ્પેરો વીક દરમ્યાન શહેરમાં વિવિધ સ્થળે હેપ્પી ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હેપ્પી ચકલી ઘરની સતત વધી રહેલી લોકપ્રિયતા અને માંગને અનુલક્ષીને હેપ્પી યુથ ક્લબ દ્વારા વધુ એક વાર હવે તા. 22મી એપ્રિલ મંગળવારથી તા.26મી એપ્રિલ, શનિવાર સુધી પાંચ દિવસ માટે હેપ્પી ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. હેપ્પી ચકલી ઘર બે સ્થળેથી ઉપલબ્ધ બનશે જેમાં નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, બ્લૉક નંબર-61/1, ઘ-ટાઈપ, લગ્નવાડીની બાજુમાં, સેક્ટર-23, ગાંધીનગર ખાતે અને ગાંધીનગર સમાચારના કાર્યાલય, પ્લોટ નં.684/2, ચ-રોડ, સેક્ટર-8માં ખાતેથી બપોરે 1થી સાંજના 5 વાગ્યા દરમ્યાન હેપ્પી ચકલી ઘર મેળવી શકાશે. નિયત સમય દરમ્યાન જ અને “એક વ્યક્તિને એક” લેખે જ હેપ્પી ચકલી ઘર આપવામાં આવશે તેની નાગરિકોએ ખાસ નોંધ લેવી. જે નાગરિકો હેપ્પી સ્પેરો વીક-2025 દરમ્યાન હેપ્પી ચકલી ઘર મેળવ્યાં નથી તેમણે લેવા આવવા સંસ્થા દ્વારા વિનંતી કરવામાં આવી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300