ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ નો દ્વિતીય સાહિત્યિક વર્કશો યોજાયો

ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ નો દ્વિતીય સાહિત્યિક વર્કશો યોજાયો
Spread the love

ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ નો દ્વિતીય સાહિત્યિક વર્કશો યોજાયો

ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક આયોજિત સાહિત્ય સરિતા ગ્રુપ ના દ્વિતીય સાહિત્યિક વર્કશોપ વન ડે પિકનિક સાથે રવિવાર 20 એપ્રિલ.2025 “અધર સાઇડ”ફાર્મ.ચેખલા.અમદાવાદ ખાતે યોજાઈ ગયો.
ગ્રુપના સન્માનીય સભ્ય શ્રી જીતેન્દ્રભાઈ શાહ તાજ દિપીકાબેન શાહ ના આ ફાર્મ માં તેમના યજમાન, સ્પોન્સર તરીકે વૃક્ષોની કીટી પાર્ટી,કવિતા કાવ્ય પઠન, ભરત સંઘાણી લિખિત “જીવન ના વિવિધ રંગો”પુસ્તક વિમોચન ઝાયડસ ના સીઇઓ શ્રી નીતિન પારેખ ના મુખ્ય મહેમાન પદે આખો કાર્યક્રમ યોજાઈ ગયો.આ કાર્યક્રમ મા સદવિચાર પરિવાર ના વરિષ્ઠ સભ્યોનું ગૌરવ ગ્રુપ,સંગાથ ગ્રુપ પણ NOG સાહિત્ય સરિતા ગ્રુપ સાથે જોડાયેલ હતું.જેમના સભ્યો એ પણ કરાઓકે ગીત સંગીત સાથેની બધી પ્રવૃતિઓ માં ભાગ લીધો હતો.આ કાર્યક્રમ માં દિપીકાબેન શાહ,મીનાક્ષી રાવલ, ભરત સાંઘાણી તેમજ અમરીશ શાહ ના જન્મ દિવસ ની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી..સવારે 9 થી 10 વાગ્યા સુધી તમામ સભ્યો આવતા ની સાથે સુંદર ચાહ,કોફી નાસ્તા ની સૌ એ લહેજત માણી હતી.મુખ્ય મહેમાન શ્રી નીતિન પારેખ દ્વારા સાહિત્ય વર્કશોપ ની સમજ સાથે તેમણે “કહેવાય નહીં” વિષય ઉપર સુંદર સ્વરચિત રચના સંભળાવી બીજે બે રચનાઓ નું પઠન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ત્યારબાદ લીમડો, વડ,આસોપાલવ અને ચોમકર વૃક્ષ વિષયક સભ્યો એ તે વૃખ ની વિશેષતા,જીવનઉપયોગી જરૂરિયાતો વિષયક આત્મકથા,એકપાત્રિય અભિનય કરીને સુંદર પર્યાવરણ પ્રેમીનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું..ત્યારબાદ જન્મ દિવસ ઉજવણી,પુસ્તક વિમોચન બાદ સૌ ભેગા મળી ને રસ પૂરી,સુંદર વિવિધ વાનગીઓ સાથે ભોજન માણ્યું હતું….ત્યારબાદ ના કાર્યક્રમ માં બપોરે AC હૉલ મા કવિતા પઠન,કરાઓકે ગીત સંગીત સ્પર્ધા,મિમિક્રી નો કાર્યક્રમ 5:50 સુધી ચાલ્યો હતો.તે દરમિયાન ચાહ,કોફી અને બાફલા નું સુંદર જ્યુસ પીરસાયું હતું..6 વગર સૌ સભ્યો ગાર્ડન માં આવીને પોત પોતાની પેર મા રેમ્પ વોક કર્યું હતું.અને તે પછી સુંદર ગરબા,દોઢિયું,ત્રણ તાળી મ્યુઝિક સાથે રમ્યા હતા..ત્યારબાદ સૌ ભેળ, ગરમા ગર્મ ચાયનીઝ સમોસા,પાણી પૂરી અને બરફ ના વિવિધ સ્વાદ ન ગોળા આરોગ્યા હતા..યોજાયેલ સ્પર્ધાઓ માં પ્રથમ.દ્વિતીય,તૃતીય ઈનામો આ આખા કાર્યક્રમ ના સ્પોન્સર શ્રી જીતેન્દ્રભાઈ,દિપીકાબેન શાહ દ્વારા આપવામાં આવેલ હતા.ઉપસ્થિત ગ્રુપના નોમિનેટ સૌ સભ્યો ને તેમના તરફથી સુંદર પર્સ ની ડાયરી, પેન સાથે ભેટ પણ આપવામાં આવી હતી.
NOG સાહિત્ય સરિતા એડમિન ટીમ દ્વારા સિનિયર સભ્ય વિભૂતિબેન દેસાઈ તેમજ સંચાલક પ્રદીપ રાવલ,સહ સંચાલક મીનાક્ષી રાવલ દ્વારા આખા કાર્યક્રમ ના છેલ્લા બંને વર્કશોપ ને પૂર્ણ રીતે સ્પોન્સર કરનાર સાચા સાહિત્ય ની વિના મૂલ્યે સર્જકો ને સેવા આપવા બદલ શ્રી જીતેન્દ્રભાઈ શાહ ને એડમિન ટીમ માં સ્થાન આપવાનો નિર્ણય લેવાયો હતો અને સિનિયર સભ્ય વિભૂતિબેન દેસાઈ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી..
ગ્રુપના સૌ સભ્યો એડમિન ટીમ દ્વારા આ નિર્ણય ને વધાવી લઈને શ્રી જીતેન્દ્રભાઈ શાહ ને અભિનંદન પાઠવ્યા હતા.સંજોગોવસાત ગ્રુપ ના જે સભ્યો કાર્યક્રમ મા ભાગ લઈ શક્યા નથી તેમણે પણ કાર્યક્રમ ને સોશિયલ મીડિયા દ્વારા માણી ને અભિનંદન પાઠવ્યા હતા..NOG સાહિત્ય સરિતા ગ્રુપ એડમિન ટીમ દ્વારા ગ્રુપના ઉપસ્થિત સૌ સભ્યો ને દ્વિતીય વર્કશોપ માં ભાગ લેવા બદલ સરિફિકેટ આપવામાં આવ્યા હતા…અંતે ગ્રુપ સંચાલક પ્રદિપ રાવલ દ્વારા ગ્રુપના સૌ સભ્યો, એડમિન ટીમ દ્વારા આ કાર્યક્રમ ના સંપૂર્ણ સ્પોન્સર શ્રી જીતેન્દ્રભાઈ શાહ,દિપીકાબેન શાહ અને તેમના પરિવાર ના આ સાહિત્ય અનન્ય પ્રેરણાદાઈ નિસ્વાર્થ સેવાઓ બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ તેમના વ્યવસાયિક સંબંધો માં વણાયેલ ઝાયડસ ના સીઇઓ શ્રી નીતિનભાઇ પારેખ ને પણ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહીને સમય ફાળવવા બદલ તેમનો પણ આભાર માનવામાં આવ્યો હતો..દૂર દૂર થી કાર્યક્રમ અંતર્ગત ભાગ લેવા આવેલ સૌ સભ્યો નો પણ ગ્રુપ સંચાલક દ્વારા આભાર માનવામાં આવ્યો હતો….

અહેવાલ : પ્રદીપ રાવલ. એડમિન ટીમ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!