વડગામ-1 ની વિધાર્થિનીએ રાજ્ય સ્તરે સિલ્વર મેડલ મેળવ્યો

વડગામ-1 ની વિધાર્થિનીએ રાજ્ય સ્તરે સિલ્વર મેડલ મેળવ્યો
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઈન સ્કૂલ યોજના દ્વારા કાર્યરત વડગામ અનુપમ તાલુકા પે કેન્દ્ર શાળા નં -1 માં અભ્યાસ કરતાં ધો .3 ની વિધાર્થીની એ ખેલમહાકુંભ ૩.o માં એથલેટિક્સ રમત માં રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.
ખેલમહાકુંભ ૩.o રાજ્ય કક્ષા ની એથલેટિક્સ સ્પર્ધા સ્પોર્ટ્સ એકેડમી નડિયાદ મુકામે યોજાઈ હતી. જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત ઈન-સ્કૂલ યોજના દ્વારા કાર્યરત વડગામ અનુપમ તાલુકા પે કેન્દ્ર શાળા નં -1 ની વિધાર્થીની પઠાણ ઈલ્માબાનું એ અંડર ૯ માં ૩૦ મીટર દોડ માં ૫.૫૭ સેકન્ડ સાથે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ને સિલ્વર
મેડલ પ્રાપ્ત કરી શાળા ના ગૌરવ માં વધારો કર્યો છે, જે બદલ ખેલાડી ઈલ્માબાનું અને એથલેટિક્સ ટ્રેનર ઝાલા શક્તિસિંહ ને શાળા પરિવાર, એસ.એમ.સી અને ગામ ના અગ્રણીઓએ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી…
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300