આ વધતી જતી ગરમીનો કોઈ ઉપાય કરો?

વરસોથી આપણે ઝાડ વાવવામાં આળસ કરીએ છીએ. જે ઝાડો વાવીએ છે એ પણ આપણી બેકાળજીના પરિણામે ઝાડ મુરઝાય અને કરમાય જાય છે.
હમણાં છેલ્લા કેટલા સમયથી ગરમી વધતી જાય છે ગરમી આપણને હેરાન પરેશાન કરી નાખે છે ગરમીમાં આપણને કઈ સમજ પડતી નથી. આપણે ગરમીમાં ઢીલા થઈ જઇએ છે. આપણાથી રહેવાતું નથી.
આપણી પાસે ગરમી ઓછી કરવાનો કોઈ ઇલાજ નથી માત્ર બપોરે ટ્રાફિક સિગ્નલ બંધ કરવાથી ગરમીની સમસ્યા કોઈ દિવસ હલ થવાની નથી એને માટે ઠોસ અને સચોટ ઉપાય આપણે બધાએ ભેગા મળીને શોધવા પડશે.
હજુ તો એપ્રિલ ચાલે છે. મેં આખો મહિનો આપણે કેમ કરીશું? જુનમાં પણ પંદર વીસ દિવસ ગણવાના કેમ થશે?
લીંબુ સરબત છાશ અને દહીં ચાલુ રાખવું પડશે.
સૌથી મહત્વની વાત ઉનાળામાં તરસ વધારે લાગે છે. આપણે તરત જ ફ્રીઝ ખોલી ઠંડા પાણીની બોટલ ગટગટાવી દઈએ છે. આ સરાસર ખોટુ છે. ઠંડા પાણીથી કોઈ વખત પણ તમારી તરસ બુઝાવવાની નથી. જરા વાર તમને પલ બે પલ એવું લાગશે પણ વળી પાછી તરસ લાગશે બલકે ઘડી ઘડીએ તરસ લાગશે ઘડીભર ઠંડક લાગશે પણ એ બનાવટી હોય શકે છે .
ઉનાળાની આટલી કરપીણ ગરમીમાં ઘરના પાણીના માટલાનું પાણી જ તમારી તરસ બુઝાવી શકે છે . આપણને ઠંડક અને તૃપ્તિનો અહેસાસ થાય છે
ફ્રીઝના ઠંડા પાણીથી શરદી ખાંસી થવાનો ભય પણ રહે છે . સુરતમાં વરસોથી આજે પણ આપણા લાલ ટાવરની પાછળ પોલીસ ચોકી નજીક કુંભારવાડાની માટલામાં મોનોપોલી છે. લોકો દુર દુરથી માટલા લેવા અહીં આવે છે.
આ માટલાની ઠંડક બે ત્રણ વરસ સુધી રહે છે. કુંભારવાડામાં માટલા બનાવવાનું કામ બારેમાસ ચાલતું રહે છે આ એક બાપદાદાના જમાનાથી ચાલી આવતો ગૃહઉદ્યોગ છે . ઘર આંગણે પુરુષ વર્ગ અને મહિલા વર્ગ સતત માટલા બનાવ્યા કરે છે .
અહીંના માટલા વાજબી ભાવ અને ટકાઉ હોય છે . આપણા ઘરે આવનાર મહેમાન પણ માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખે છે.
ઠંડું ફ્રીજનું પાણી અને ઠંડા પીણાં કરતા માટલાનું પાણી તંદુરસ્તી માટે લાખ ઘણું સારું વહેલી સવારે માટલું બરાબર ધોઈ ભરેલું પાણી બે કલાકમાં ઠંડું થઈ જાય છે
આની ઠંડક લાંબો સમય સુધી રહે છે
. માટલાનું પાણી પીવાથી તરસ બુઝાય જાય છે સાથોસાથ તમારુ ગળું પણ સુકાતું નથી .
પાણી ભરતા પહેલા માટલાને બરાબર પાણીથી ધોઈ સાફ કરીને પછી પાણી ભરવું જોઈએ પછી માટલા પર એક ચોખ્ખું સાફ કપડું વિંટાળીને રાખવું જોઈએ જેથી અંદરનું પાણી ગરમ રહે.
તમે ફ્રીજના પાણીના શોખીન છો ને? એક બે વખત માટલામાં પાણી લઈ શાંતિથી બેસીને પાણી પી જુવો તમે ફ્રીજનું પાણી પીવાનું ભુલી જશો.
આલેખન : અબ્બાસ કૌકાવાલા. સુરત
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300