રાધનપુર નર્મદા નિગમની બેધારી નીતિથી નાની પીપળીના ખેડૂતો પરેશાન…

રાધનપુર નર્મદા નિગમની બેધારી નીતિથી નાની પીપળીના ખેડૂતો પરેશાન…
ખેડૂતોએ વાવેતર કરેલા પાકમાં થતા નુકસાનને લઈ સર્વે કરાવી વળતર આપવા આવે માંગ કરી..
પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના નાનીપીપળી ગામ ખાતે ખેડૂતો દ્વારા ઉનાળુ સિઝન માટે બાજરી-જુવારનું આશરે ૫૦૦ વીઘા જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
ત્યારે નર્મદા નિગમ દ્વારા કેનાલમાં ખેડૂતોને રવિ સિઝન માટે પાણી છોડવામાં આવેલું તેવા સમયે ખેડૂતો ઉનાળુ સિઝન લઈ શકશે તેવી આશા બંધાઈ હતી.જેમાં તેના પર નર્મદા નિગમના અધિકારીઓની બેધારી નીતિને લઈ પાણી ફરી વળ્યું હતું.
નર્મદા નિગમ દ્વારા ગોખાતર બ્રાન્ચ કેનાલની અંદર નાની પીપળી પાસે નર્મદા કેનાલ ની અંદર આવેલ નાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જ્યારે બીજીતરફ ખેડૂતોએ વાવેતર કરેલા પાકમાં થતા નુકસાનને લઈ સર્વે કરાવી વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી.
રિપોર્ટ. અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300