વંથલી.ના ઉમિયા” ના નાદ સાથે ઉમાધામ (ગાંઠીલા) ખાતે ૧૭ માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ..

વંથલી.ના ઉમિયા” ના નાદ સાથે ઉમાધામ (ગાંઠીલા) ખાતે ૧૭ માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ..
સામાજિક સંમેલનમાં સમાજ શ્રેષ્ઠીઓ દાતાઓનું કરાયું સન્માન..
૨૧ કુંડી યજ્ઞ,સર્વરોગ નિદાનકેમ્પ,રકતદાન કેમ્પનું કરાયું આયોજન..
લાખો કડવા પાટીદારોના આસ્થા સમાન વંથલીના ઓઝત નદીના કિનારે ઉમાધામ (ગાંઠીલા) ઉમિયા માતાજી મંદિરે ૧૭ માં પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે ૮ કલાકે ૨૧ કુંડી યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ઉમાધામ આરોગ્ય સમિતિના ડો.દિપકભાઈ ભલાણી ના માર્ગદર્શન તેમજ નોબેલ આર્યુવેદિક યુનિવર્સીટી ના સહકાર તેમની ટીમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ , બ્લડ ડોનેશન કેમ્પ, ડાયાબિટીસ, હિમોગ્લોબીન ચેકઅપ નો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો તેમજ વ્યસન મુક્તિ પ્રદર્શન અંતર્ગત યોજાયેલ કેન્સર સ્કેનિંગ મશીન વેલ્સકોપ થી ફ્રી નિદાન કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ મોટી સંખ્યામાં તપાસ કરાવી હતી આ તકે યોજાયેલ રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રકતદાન કર્યું હતું મંદિરના પ્રમુખ નિલેશભાઈ ધુલેશિયાએ સંસ્થા દ્વારા ચાલતા સમાજના કાર્યો અને સેવાકીય પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી તેમજ હાલ ટૂંક સમયમાં નિર્માણ પામનાર ભવ્ય” ઉમા અતિથિ ભવન ” વિશે માહિતી આપી હતી તેમજ મંદિરમાં આદર્શલગ્ન, આર્યુવેદિક નિદાન કેમ્પ, આંખોના નિદાન કેમ્પ,રમતોત્સવ જેવા ચાલતા સેવાકીય કાર્યો વિશે માહિતી આપી હતી આ તકે તેમણે અન્ય સમાજમાં ચાલતા સમૂહલગ્ન નું ઉદાહરણ આપી સમાજને અપીલ કરી સમૂહ લગ્ન અંગે મનોમંથન કરવા જણાવ્યું હતું અને સમાજનો પ્રતિભાવ હકારાત્મક હશે તો આગામી સમયમાં સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું આ તકે યોજાયેલ સામાજિક સંમેલનમાં સમાજ શ્રેષ્ઠી અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ રાત્રિના “કાઠિયાવાડી રંગત” ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કલાકારો દ્વારા પોતાની અલૌકિક શૈલીમાં કૃષ્ણલીલા,શિવભક્તિ, ઉમિયાભક્તિ તેમજ લોકો ગીતોની સાથે હાસ્યરંગ ની રંગત કાર્યક્રમને હાજર રહેલ ભાવિકોએ મન ભરીને માણ્યો હતો અને કલાકારોની કલા પર લોકો આફ્રિન પોકારી ઉઠ્યા હતા સાંજે યોજાયેલ મહાપ્રસાદમાં 10 હજાર જેટલા ભાવિકોએ લાભ લીધો હતો તેમજ ગરમીને ધ્યાને લઈ સવારથી સાંજ સુધી ભાવિકો માટે ઠંડા વરિયાળી શરબતની વ્યવસ્થા કરાઇ હતી આ પાટોત્સવને સફળ બનાવવા ઉમાધામ ગાઠીલા મંદિર ટ્રસ્ટ , વિવિધ સમિતિના સભ્યો તેમજ આગેવાનોએ જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ:રહીમ કારવાત વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300