ધરસન-તરખાઈના નદી કાંઠે બાવળની કાટમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ધરસન-તરખાઈના નદી કાંઠે બાવળની કાટમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
રોકડા રૂ. ૪૦૭૩૦ ના મુદ્દામાલ સાથે કુતિયાણા સર્વેલન્સ સ્ટાફે પાંચયને પકડી પાડી કાર્યવાહી કરી
ગોસા(ઘેડ) : પોરબંદર ના કુતિયાણા તાલુકા ના ધરસન ગામ થી તરખાઈ ગામ તરફ જતા રસ્તે સાખ નદીના કાંઠે બાવળો ની કાટમાં જાહેરમાં તીન પતી રોન પોલીસ નામનો હાર જીતનો જુગાર રમતા પાંચ સખ્શો ને રૂ.૪૦૭૩૦ ના મુદ્દામાલ સાથે કુતિયાણા પોલીસે પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ રેંજના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાઓ દ્વારા પોરબંદર જિલ્લામાંથી પ્રોહી બીશન તથા જુગારની બદી દુર કરવા માટે સુચના આપેલ.
જે અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ઈન્ચાર્જ રાણાવાવ ગ્રામ્ય વિભાગના સુરજીત મહેડુંનાઓ ના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર વી.પી.પરમાર ની સુચના અન્વયે કુતિયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઈ ઓડેદરા ને ખાનગી રાહે બાતમી મળેલ કે ધરસન ગામ થી તરખાઈ ગામ તરફ જતા રસ્તે સાખ નદીના કાંઠે બાવળોની કાટમાં જાહેરમાં અમુક ઈસમો તીનપતી રોન પોલીસ નામનો હાર જીતનો જુગાર રમે છે. ત્યારે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા સદરહુ જગ્યાએ તીનપતી રોન પોલીસ નામનો હાર જીતનો જુગાર રમતા લાખમણ હમીરભાઈ વાઘ ઉ.વ.૪૩ તથા સરમણ કરશનભાઈ વાઘ ઉ.વ.૩૫ રહે. બંને ધરસન તા.કુતિયાણા જી.પોરબંદર તથા રામભાઈ બાલુભાઈ વાઘ ઉ.વ.૪૭ રહે મીતી ગામ તા. માંગરોળ જી. જૂનાગઢ તથા પરબત ગાંગાભાઈ વાઘ ઉ.વ ૫૦ રહે રાતીયા ગામ તા.જી. પોરબંદર અને શૈલેષ બચુભાઈ મકવાણા ઉ.વ.૪૮ રહે આંબેડકર ભવન છાંયા,તા.જી. પોરબંદર વાળાઓ રોકડા રૂ. ૪૦૭૩૦ના મુદ્દામાલ સાથે મળી આવતા તમામ સામે જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
કામગીરીમાં કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર વી.પી.પરમાર તથા પોલીસ પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઈ તથા વાય.એસ.વાળા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ભોજાભાઈ ગોજીયા તથા વિજય ખીમાણંદભાઈ ગાગીયા તથા અશ્વિન વેજાભાઈ વરૂ તથા અક્ષયકુમાર જગતસિંહ ઝાલા તથા ,અલ્તાબ હુસેનભાઇ સમા , વિગેરે રોકાયેલ હતાં.
રિપોર્ટ :-વિરમભાઈ કે આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300