આજે વિશ્વ પુસ્તક દિવસ પુસ્તકને મિત્ર બનાવો જીવનમાં ખા લીપો નહી રહે: ભરત ઓડેદરા

આજે વિશ્વ પુસ્તક દિવસ પુસ્તકને મિત્ર બનાવો જીવનમાં ખા લીપો નહી રહે: ભરત ઓડેદરા
રાણાવાવ ના પુસ્તક પ્રેમી ભરત ઓડેદરા પાસે પુસ્તકનો અઢળક ખજાનો
ગોસા(ઘેડ) : પોરબંદર જીલ્લા ના રાણાવાવ ગામે રહેતા મહેર સમાજના પુસ્તક પ્રેમી ભરતભાઈ ઓડેદરા ૩૫ વર્ષથી પુસ્તક નો સંગ્રહ કરે છે. તેઓની પાસે અસંખ્ય પ્રમાણમાં પુસ્તકનો ભંડાર સંગ્રહ કરાયેલો છે.
આજે 23 એપ્રિલ એટલે કે વિશ્વ પુસ્તક દિવસ. આ દિવસનો ઉદેશ્ય લોકોમાં વાંચન પ્રત્યે પ્રેમ વધારવા નો છે.
આજના આધુનિક વૈજ્ઞાનિક જેટ યુગમાં ડિઝીટલ અને શોસ્યલ મીડિયામાં લોકો એમાં પણ ખાસ કરીને નાના બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો પુસ્તક વાંચવાનું તો જાણે સ્વપ્નું હોય તેમ ભૂલી જઈ પુસ્તકની અવગણાં થઈ રહી છે. પુસ્તક નું મહત્વ તેઓને માટે દિવા સ્વપ્ન થઈ ગયું છે. ત્યારે પુસ્તક વાંચન તરફ લગાવ રાખવામાં આવે તો જીવનમાં કોઈ ઉણપ રહે નહીં તેમ ભરત ઓડેદરાનું અનુમાન છે
ભરતભાઈ ઓડેદરા પાસે સંગ્રહ કરાયેલા પુસ્તકો રાણાવાવવાસી ઓને પુસ્તકો વાંચવાની પ્રેરણા મળે તે માટે જે કોઈ ને પુસ્કતો વાંચવા હોય તો પુસ્કતો નિ:શુલ્ક પુરા પડે છે.
ભરતભાઈ ઓડેદરા ઈન્ટર નેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ની ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ક્લાર્કની ફરજ બજાવતા ભરતભાઈ ગીગાભાઈ ઓડેદરા કે જે હાલ રાણાવાવ રહે છે. તેઓની પાસે પુસ્કતોનો વિશાળ ખજાનો સંગ્રહાયેલો છે.
ભરતભાઈ ઓડેદરા પાસે મહેર સમાજના તથા અન્ય વાંચવા લાયક પુસ્કતોનો ખજાનો ધરાવે છે. બચપણ થી જ ભરતભાઈને પુસ્તકો તેમજ દૈનિક સમાચારો વાંચવાનો શોખ ધરાવે છે. ભરત ભાઈ ઓડેદરા એ પોતાના ઘરે પુસ્તકોની લાઈબ્રેરી વસાવી છે. ત્યારે આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે ભરતભાઈ આજના આ પુસ્તક દિવસે બધા લોકોને એક સંદેશો આપેલ કે ઈન્ટરનેટ ના યુગમાં વ્હૉટ્સઅપ, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો મૂકીને પુસ્તકો વાંચો અને વસાવવા અનુરોધ કર્યો છે. પુસ્તક વગર નું ઘર એટલે મગજ વગરનું શરીર! આજના યુવાનો, યુવતીઓ પુસ્તકો વાંચનથી વિમુખ થતા જાય છે. તે એક ચિંતા નો વિષય છે તેમ જણાવી ભરતભાઈએ લોકો એ વાંચન પ્રત્યે જાગૃતિ લાવવા સમગ્ર સમાજને આજે વિશ્વ પુસ્તક દિવસે અપીલ કરી છે.
રિપોર્ટ :- વિરમભાઈ કે. આગઠ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300