ભોજનનો બિનજરૂરી વેડફાટ અટકાવવો છે?

ભોજનનો બિનજરૂરી વેડફાટ અટકાવવો છે?
Spread the love

આપણે લાંબો સમય ખોરાક વગર રહી શકતા નથી એક સર્વે મુજબ ખાલી આપણા ભારતની જ વાત કરીએ તો ૨૫ ટકા ભારતીયોને એક સમય ભોજન મળે છે બીજા સમયનું ભોજન એમના નસીબમાં નથી.
આપની બહુ મોટી કમનસીબી છે કે તમને જાણીને નવાઈ લાગશે કે આપણે ત્યાં ૬૦ તક ખોરાકનો જ ભોજનમાં ઉપયોગ થાય છે ૪૦ ટકા જેટલું માતબર અધધ ભોજનનો હમેશા બગાડ થાય છે. એના સૌથી મોટા કારણોમાં સંગ્રહ ઉત્પાદન અને પરિવહનને કારણે આમ થાય છે
ખોરાક ઘરે આવ્યા પછી પણ એક વ્યક્તિ વરસમાં સરેરાશ ૫૦ કિલો અનાજનો બગાડ કરે છે આઝાદીના ૭૮ વરસ પછી પણ આપણે અનાજની જાળવણી માટે પુરતી વ્યવસ્થા કરી શક્યા નથી પુરતા ગોડાઉન કે યાર્ડની વ્યવસ્થા આપણી પાસે નથી કેટલીક વખત પશુઓ ઉંદરોને કારણે પણ અનાજ બગડે છે. વળી પાછું કુદરતી આફત કમોસમી વરસાદ માવઠા વાવાઝોડુંને કારણે પણ અનાજ બગડે છે . ઘણી જગ્યાઓ પર ખુલ્લામાં અનાજ રાખવામાં આવતું હોવાથી માવઠાને કારણે અનાજ ભીનું થઈ બગડી જાય છે
વેપારીની દુકાનેથી નિયત ચોક્ક્સ સમયમાં ઘરાક સુધી અનાજ પહોંચવામાં વિલંબ થતા પણ અનાજનો બગાડ થાય છે
આટઆટલી મુસીબતો અડચણો પાર કરી ખોરાક જ્યારે આપણી થાળીમાં આવે છે ત્યારે આપણે પણ ખોરાકનો જાણ્યેઅજાણ્યે બગાડ જ કરીએ છીએ જે અનાજના બગાડને સરવાળે બહુ વિશાળ બનાવે છે
હવે દર વીક એન્ડમાં બહાર હોટલમાં જમવાની ફેશન થઈ ગઈ છે હોટલમાં આપણે આપણી મનગમતી વાનગીઓનો ઓર્ડર આપી દઈએ છે પછી વાનગીઓ આવતા ફટાફટ ખાવા માંડીએ છીએ થોડીવારમાં આપણું પેટ ભરી જાય છે . થાળીમાં જે ભોજન હોય છે એની પર આપણે નજર પણ નાખતા નથી સરવાળે એ બધો ખોરાક કચરાપેટીમાં જાય છે.
દાઉદી વોહરા સમાજ દ્વારા ખોરાક ભોજનનો બગાડ અટકાવવા ખુબ જ પ્રશંસનીય અનુકરણીય પહેલ કરવામાં આવી છે.
ખાવાના શોખીન દાઉદી વોહરા સમાજ ઉર્ષ જન્મજયંતી રમજાન અને મોહરમ મહિના દરમિયાન સમૂહ ભોજન લેવામાં આવે છે . આટલી મોટી સંખ્યામાં લોકો સમુહ ભોજન લેતા હોય ત્યારે ખોરાકનો બગાડ સ્વાભાવિક છે . એઠું અથવા વધેલું ભોજન બગડી જાય એ ભોજન છેવટે કચરાપેટીમાં જાય છે .
સમાજના આવા એક સમુહ ભોજન દરમિયાન દાઉદી વોહરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ ૫૩ માં દાઈ આલી કદર આકા મૌલા મુફ્દલ સૈફુદ્દીન સાહેબે ભોજનનો આવો બગાડ થતા જોઈ સાહેબે આવો બગાડ અટકાવવા અને તેનો યોગ્ય ઉપયોગ કરવા સમાજના લોકોને હાકલ કરી હતી .
આદેશ મળતા દાઉદી વોહરા સમાજ જ્યાં જ્યાં વસે છે એ દરેક ગામો શહેરોમાં અનાજનો બગાડ અટકાવવા કમિટી બની ગઇ હજારો ખિદમતગુજારો તૈયાર થઈ ગયા. આ કમિટીને દાણા કમિટી નામ આપવામાં આવ્યું.
તે પછી દાઉદી વોહરા સમાજના અને ખાનગી સમુહ ભોજન બાદ જે ખોરાક ખાવા લાયક હોય એને અલગ અલગ સારી રીતે પેક કરી શહેરના જરૂરિયાતમંદ લોકોને ફ્રી માં પહોચતું કરવામાં આવે છે દાખલા તરીકે કોઈના ત્યાં પ્રસંગમાં પ્રસંગ પતિ ગયા પછી વધેલા ભોજનનો નિકાલ એ ઘરના માણસો નહી દાણા કમિટી કરે છે .
અહીં ખાસ ઉલ્લેખ જરૂરી છે છે કે આ કમિટી જે ભોજન જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે એ એઠું અને ફેંકવા લાયક કે બગડી ગયેલું હોતું નથી કારણ કે દાઉદી વોહરા સમાજના નિયમ મુજબ આઠ વ્યક્તિઓ એક સાથે એક જ થાળમાં ભોજન લે છે. જેમણે જમવું હોય એને બે વાર થાળમાં જેમના લેતા પહેલા પૂછવામાં આવે છે અને સમાજના નિયમ મુજબ થાળમાં અનાજનો એક દાણો પણ પડ્યો હોય તો એ આઠેઆઠ વ્યક્તિઓ થાળમાંથી ઊભા થઈ શકતા નથી . એટલે તો દાઉદી વોહરા સમાજમાં ખોરાક એઠું મુકવાના ટકા ૦ છે.
દાણા કમિટી જે ભોજન ખોરાક જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે એ તદન તાજુ અને ખાવાલાયક ગરમગરમ હોય છે . દાઉદી વોહરા સમાજના જે વ્યક્તિના ત્યાં સમુહ ભોજન હોય ત્યાં દાના કમિટીના મેમ્બરો પહોંચી જાય છે અને જે ભોજન બચે છે એ જરૂરિયાતમંદ સુધી પહોંચાડે છે.
દાના કમિટીની આ સેવા ખીદમત એટલી લોકપ્રિય થઈ કે મોટા શહેરોમાં કોઈ આફત કે દુર્ઘટના થાય દાના કમિટીના મેમ્બરો ત્યાં પણ પહોંચી જાય છે . અને અસરગ્રસ્ત લોકોને ભોજન કરાવે છે. એમની આ નિસ્વાર્થ કામગીરી કાબિલે તારીફ છે. દાના કમિટી આપણી સેલ્યુટની સાચી હકદાર છે.
દરેક સમાજ દાના કમિટીની જેમ ભોજનનો બગાડ થતા અટકાવે અને ભોજનનો વધારેમાં વધારે બગાડ થતો અટકાવે તો દેશના એક ખુબ મોટા વર્ગને ભોજનની જરૂરિયાત સંતોષવામાં ખુબ મોટી મદદ મળી રહે એમ છે.
દરેક સમાજ દાના કમિટી જેમ કમિટી બનાવે અને યોગ્ય કાર્ય કરે તો સોનામાં સુગંધ ભળે.

આલેખન : અબ્બાસ કૌકાવાલા. સુરત

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!