માંગરોળ : ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

ચાંડેરા શૈક્ષણિક સંકુલ લોએજમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
આજરોજ ડો.વેજાભાઈ ચાંડેરા કન્વીનર જુનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલ દ્વારા તારીખ 24 /04/ 2025 ને ગુરૂવારના દિવસે જૂનાગઢ જિલ્લાની માંગરોળ તાલુકાની લોએજ ગામની શૈક્ષણિક સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ,બી.એસ. ડબલ્યુ. ,એમ. એસ. ડબલ્યુ. ,એમ .એ .,એમ .કોમ., બી.સી.એ.,પી .જી.ડી.સી .એ., એ.એન. એમ., જી. એન.એમ.તેમજ બી.એસસી નર્સિંગ કોલેજ લોએજ તાલુકો માંગરોળ જીલ્લો જુનાગઢ ખાતે જમ્મુ કાશ્મીરના પહલગામ માં હિન્દુ પ્રવાસીઓ ઉપર આતંકીઓ દ્વારા નિશાન બનાવીને ઘાતકી હુમલો કર્યો તેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જીવ ગુમાવનાર જીવાત્માઓને સંસ્થાના 2000 વિદ્યાર્થીઓ અને પ્રાથમિકના પ્રિન્સિપાલ અરજણભાઈ નંદાણીયા, હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રામભાઈ બામરોટીયા, કોલેજના પ્રિન્સિપાલ ડો.વેજાભાઈ ચાંડેરા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ વિનોદભાઈ ગોહેલ સાહેબ અને સ્ટાફ મિત્રો દ્વારા બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે સાથે ઇજાગ્રસ્ત લોકો વહેલાસર સ્વસ્થ થઈ જાય તે માટે ભગવાન શ્રીરામને પ્રાર્થના કરવામાં આવી અને જે પરિવારમાંથી લોકોનું અવસાન થયું છે તે પરિવારોને આ દુ:ખદ ઘટનામાં ભગવાન શ્રીરામ દુઃખ સહન કરવાની શક્તિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી ઓમ શાંતિ: શાંતિ: શાંતિ: ભારત માતાકી જય.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
સાથે વિવેક ગૌદાણા (જુનાગઢ )
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300