ઝરવાણી ગામે સગીર વયના બે પ્રેમીપંખીડાઓ પ્રેમના કરુણ અંજામ

Spread the love
રાજપીપળા,
 નર્મદાના ઝરવણી ગામે 16 વર્ષની સગીર વયના બે પ્રેમી પંખીડાઓના પ્રેમ નો કરૂણ અંજામ આવ્યો હતો. બંને પ્રેમી પંખીડાઓ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોય પ્રેમ કરતા કરી દીધો પણ સમાજના ડરથી કરીને છેવટે બંને આત્મહત્યા કરવાનો નિર્ણય લેતા ગામના ખેતરમાં જઈ સાગના ઝાડ પર ઓઢણી બાંધી બંને અલગ-અલગ ગળેફાંસો ખાઈ આપઘાત કરતાં કરૂણાંતિકા સર્જાઈ હતી. ઝાડ પર બે બે લટકતી લાશને જોવા લોક ટોળા ઉમટ્યા હતા,  આ અંગે ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે ભાંગરા ફળિયુ ઝરવણીના ઢેળભાઈ વસાવાએ પોલીસને જાણ કરી હતી કે ગામના 16 વર્ષની સગીર વયના બે કિશોર અને કિશોરી વચ્ચે ઘણા સમયથી પ્રેમસંબંધ ચાલતો હોય એકબીજાને છાના છપના મળતા હતા પણ સમાજ તેમને સ્વીકારે નહીં તેવો ડર બન્નેને કોઇ આ ડરથી બંને પ્રેમી પંખીડાઓ ઘરેથી ભાગી છૂટયા હતા અને ગામના કુવરજીભાઈ વસાવાના પીપલાઘાટવાળા ખેતરમાં જઈ ત્યાંના સાગના ઝાડ પર સગીર કન્યાની ઓઠણી એક છેડે બાંધી અને બીજે છેડે બીજી ઓઢણીનો ગાડીઓ બનાવી એક સાથે ગળે ફાંસો ખાઈ લડકી જઈ બંને આપઘાત કરતા બંનેના કરૂણ મોત નિપજયા હતા. પોલીસ દેશની કાર્યવાહી હાથ ધરી છે.
Admin

Admin

9909969099
Right Click Disabled!