દાંતા તાલુકાના ગામોમા ચાર ઇંચ વરસાદ પડ્યો, પહાડો પરથી શીલાઓ ઘસી આવી

હાલ ચોમાસા ની સીઝન આખા ગુજરાત મા ચાલી રહી છે ત્યારે આખા ગુજરાત મા 80 ટકા કરતા વધારે વરસાદ ખાબક્યો છે હાલ મા ગુજરાત ના પછાત એવા બનાસકાંઠા જીલ્લા ના દાંતા તાલુકા મા પણ 4 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે ,આજે અંબાજી થી દાંતા માર્ગ ઉપર ના જાહેર માર્ગ ઉપર પહાડો ઉપર થી ભેખડો ઘસી આવી હતી ત્યારબાદ અંબાજી થી હડાદ માર્ગ ઉપર પણ ભેખડો ઘસી આવી હતી ત્યારબાદ દાંતા થી સતલાસણા ગામ વચ્ચે આવેલા આંબાઘાટા ના માર્ગ ઉપર પણ ભેખડો ઘસી આવી હતી ,ભેમાળ ગામ ના ખેતરો મા પણ પાણી ભરાઈ ગયા હતા ,અંબાજી થી દાંતા માર્ગ ઉપર હરીવાવ ઘાટી મા નેનો કાર પલ્ટી હતી જેમાં કોઈ જાનહાની થઇ ન હતી અને કાર ના ટાયરો નીકળી ગયા હતા ત્યારબાદ ત્રિશુળીયા ઘાટી મા પણ બીએસએનએલ ટાવર પાસે જીઇબી ના થાંભલા પડી ગયા હતા જેને જીઇબી દ્વારા ફરીથી ઉભા કરાયા હતા