અંબાજી મંદિરમાં શ્રાવણી અમાવસ્યાના દિવસે 56 ભોગ નો અન્નકૂટ

અમિત પટેલ.અંબાજી
ગુજરાત ના લોકપ્રિય શક્તિ પીઠ અંબાજી મા આજે શ્રાવણ અમાવસ્યા હોઈ મોટી સંખ્યા માં માઇ ભકતો દર્શન કરવા ઉમટ્યા હતા, આજે આ દિવસ કંકોડિયો સંઘ ના દિવસ થી પણ ઓળખાય છે, છેલ્લા 151 વર્ષ થી નડિયાદ ના ત્રણ ખડકી વાળા ભક્તો વારા ફરતી અંબાજી મંદિરમાં અન્નકૂટ ધરાવે છે જેમા ભવાની સિંહ જી ની ખડકી, રતનજી ની ખડકી અને કાકરખડ ની ખડકી ના ભક્તો પાછલા ઘણા વર્ષો થી અંબાજી ખાતે આવી આજના દિવસે અન્નકૂટ ધરાવે છે
આજેઅંબાજી મંદિર અન્નકૂટ હોઈ સવારે પોણા અગિયાર વાગેવહેલું બંદ થઈ ગયું હતું ત્યારબાદ નડિયાદ ના ભક્તો તરફથી અંબાજી મંદિર મા બપોરે રાજભોગ ના સમયે અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો સાથે માતાજી નો થાળ પણ ભટ્ટજી મહારાજના સાનિધ્યમાં ધરાવાયો હતો, નડિયાદ ના ભક્તો માથે માતાજી ની મૂર્તિ લઈ ઢોલ નગારા સાથે અંબાજી મંદિર મા ગરબા રમ્યા હતા આજે નડિયાદ થી પંકજ ભાઈ દેસાઈ , ધારા સભ્ય નડિયાદ પણ પોતાના પરિવાર સાથે આવ્યા હતા