માંગરોળ તાલુકાના લોએજ ગામે બ્લડ ડોનેશન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ

જૂનાગઢ જિલ્લા માંગરોળ તાલુકાના સેવાભાવી આગેવાન તરીકે જેમનું નામ લોકોમાં અગ્રેસર્જ આવતું હોય એવા સ્વ. શ્રી લક્ષ્મણભાઈ નંદાણીયા ની 11મી પુણ્યતિથિ નિમિત્તે એસ ડી બી હાઇસ્કુલ લોએજ ખાતે રક્તદાન,નેત્રનિદાન તથા સર્વ રોગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્રના ખુબજ નામાંકિત ડોક્ટરો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી
કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરાઓ અનુસાર દીપ પ્રાગટય દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી વિવિધ લક્ષી સેવા કાર્ય દ્વારા આયોજિત આ કેમ્પમાં રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક લાઈફ સંસ્થા દ્વારા 100 જેટલા રક્તદાતા ઓ એ લોહીનું દાન કરીને કોઈનું જીવન બચાવવા આગળ આવ્યા હતા તો રક્તદાન રૂપી મહાદાન કરનાર દરેક રક્ત દાતા ઓને વિવિધ લક્ષી સેવાકીય ટ્રસ્ટ દ્વારા દરેકને સ્મૃતિ રૂપે સ્મૃતિ ચીન તરીકે એક ગિફ્ટ તેમજ પ્રમાણ પત્ર આપવામાં આવ્યા હતા તેમજ નેત્ર નિદાન કેપમાં ૧૫૮ દર્દીઓએ નિદાન કરાવેલ જેમાં ૩૩ દર્દીઓ ને શ્રી શિવાનંદ મિશન વીરનગર ખાતે મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવેલ તદુપરાંત સર્વરોગ નિદાન કેમ્પમાં હદય રોગ,ફેફસાના રોગ, ડાયાબિટીસ બળ રોગ નિષ્ણાંત, ચામડીના રોગ,દાંતના રોગ, હાડકા ના સ્પેસયાલિસ્ટ,કાન નાક ગળાના નિષ્ણાત જનરલ સર્જન બ્લડ સુગર ટેસ્ટ સ્ત્રીરોગ નિષ્ણાંત સહિત જુદા જુદા 11 વિભાગ ના તથા કુલ 23 ડોક્ટરો દ્વારા પણ પોતાની નિસ્વાર્થ સેવાઓ આપવામાં આવી હતી આ કેમ્પમાં આવેલ દરેક દર્દીઓને ટ્રસ્ટ તરફથી જ ફ્રી દવાઓ આપવામાં આવી હતી અને આ કેમ્પનો લાભ આજુબાજુ ના વિસ્તારો ના અનેક ગામના લોકોએ ખુબજ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો
શ્રી વિવિધ લક્ષી સેવાકીય ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે જેવીકે વિદ્યાર્થી ઓને નોટબુક,નબળા વિદ્યાર્થી ઓને સ્કોલરશીપ,વાર તહેવારો દરમિયાન નિઃશુલ્ક મીઠાઈ તેમજ ફરસાણ વિતરણ સહિત અનેક વિવિધ સેવાકીય પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે.
સાથે સાથે શ્રી શિવમ ચક્ષુદાન આરેણા દ્વારા ચક્ષુદાન ની ખુબજ વિસ્તૃત માહિતીઓ પણ આપવામાં આવી હતી તેમજ 855 જેટલા લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધેલ આ સેવાકીય કાર્ય માં લક્ષ્મણભાઈ નંદાણીયા વિવિધ લક્ષી સેવાકાર્ય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કેશોદ ના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ પૂર્વ,તાલુકા પ્રમુખ કાનાભાઇ રામ,મુળુભાઇ દેવશીભાઈ,ડો.રવિ ધોળીયા સાહેબ,રમેશભાઈ વેગડા, રાજુભાઈ તેમજ માજી ધારાસભ્ય શ્રી અરજણભાઈ નંદાણીયા એ તકે શ્રદ્ધાસુમન અર્પણ કરેલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખુબજ સેવાભાવી વ્યક્તિ તરીકે જ જેમનુપણ નામ દુરદુર સુધી લેવામાં આવતું હોય છે એવા જ સેવાભાવી રવિભાઈ નંદાણીયા તેમજ તેમની સમગ્ર ટીમ તથા વેજાભાઇ પિઠીયા સહિત ટ્રસ્ટના સભ્યો, ગ્રામજનો તથા હાઈસ્કૂલના સમગ્ર સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી તેમનો ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જેઠાભાઇ નંદાણીયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો
કેમ્પમાં આવેલ દરેક માટે ચા પાણી તેમજ ભોજનની પણ ખુબજ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી હતી
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)