ભદામ ગામે હાઈવે રોડ પર આઈસર ટેમ્પો સાથે મોટરસાયકલ અકસ્માતમાં એકનું મોત

Spread the love
  • ટેમ્પો ચાલાક મુકીને ફરાર.

નાંદોદ તાલુકાના ભદામ ગામે હાઈવે રોડ પર આઇસર ટેમ્પા સાથે મોટર સાયકલ નો અકસ્માત થતાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે બે ઈસમોને ગંભીર ઇજા થવા પામી હતી. અકસ્માત કરીને ટેમ્પોચાલક ટેમ્પો મુકીને નાસી જતાં તેની સામે અકસ્માત મોતનો ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ફરિયાદી વિજયભાઈ સરદારભાઈ વસાવા (રહે. રૂઠ) એ આરોપી આઈસર ટેમ્પો નંબર એમ મેચ 18 બી જી 0852 ના ચાલક સામે ફરિયાદ નોંધી છે.

બનાવની વિગત મુજબ આરોપીએ પોતાના કબજાની આઈસર ટેમ્પો પુરઝડપે અને ગફલતભરી રીતે કરાઈ અને હંકારતા સામેથી આવતી મોટરસાયકલ નંબર જીજે 22 ડી  1049 ની સાથે અકસ્માત કરતા ફરિયાદ વિજયભાઈના દિકરા અને માથામાં ગંભીર ઈજા પહોંચતા,  તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ભદ્રેશભાઈ અને ગૌતમભાઈને ગંભીર શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. રાજપીપળા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી,  રાજપીપળા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,  રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!