જૂનાગઢ : ગુન્હેગારો-શંકાસ્પદ વ્યક્તિઓ/વાહનો ઉપર સર્વેલન્સ રાખવા માટે ખાસ સુચનાઓ

? _જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા જિલ્લાના તમામ થાણા અમલદારોને ગુન્હેગારો ઉપર વોચ રાખવા તથા શંકાસ્પદ વ્યક્તિઓ તથા વાહનો ઉપર સર્વેલન્સ રાખવા માટે ખાસ સુચનાઓ કરવામાં આવેલ છે…_
? _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.કે.ઝાલા તથા સ્ટાફ દ્વારા સર્વેલન્સ રાખવા માટે બે પોલીસ મોબાઈલ વાન ઉપર ગોઠવેલ ચાર ચાર કેમેંરાની વિશેષતા એ છે કે, આ ચાર કેમેરા 2 મેગા ફિક્શલ, ડે એન્ડ નાઈટ 360 ડીગ્રી એરિયા એટલેકે, ચારેય તરફનો એરિયા કવર કરશે તેમજ દિવસ અને રાત્રી દરમિયાન 90 મીટર સુધીનો સરાઉન્ડિંગ એરિયા કવર કરે તેવા ઉત્તમ પ્રકારના કેમેરા છે. આ કેમેરા દ્વારા જીપીએસ સિસ્ટમ દ્વારા પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા પણ પેટ્રોલિંગની વિગત જોઈ શકાશે. ઉપરાંત મેટલ કવર કેમેરા હોવાથી સુરક્ષિત પણ રાખવામાં આવશે. આ કેમેરાનું ડીવીઆર મા 20 થી 25 દિવસ સુધીનું રેકોર્ડિંગ પણ થઈ શકશે, જેના દ્વારા ભૂતકાળના બનાવ બાબતે પણ જાણકારી મળી શકશે…._
નવતર પ્રયોગ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં સતત મોનીટરીંગ કરાવામા આવશે. આ વ્યવસ્થા પ્રાથમિક ધોરણે શરૂ કરવામાં આવેલ હોઈ, સર્વેલન્સમાં સફળતા મળે તો અન્ય પોલીસ સ્ટેશનમાં પણ લોક ભાગીદારી દ્વારા શરૂ કરાવામા આવશે, તેવું પોલીસની એક યાદી માં જણાવવામાં આવેલ છે…_
રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)