જૂનાગઢ પોલીસે વિદેશી દારૂના બે ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને પકડી પાડ્યો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ દ્વારા જીલ્લાના તમામ પોલીસ અમલદારોને ભૂતકાળના ગુનાઓમાં ગુન્હો કરીને વાંટેડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે મેંદરડા પોલીસ દ્વારા સને 2018 ની સાલથી છેલ્લા દોઢ વર્ષથી ભારતીય aબનાવટના વિદેશી દારૂના બે ગુન્હામાં નાસતો ફરતો આરોપી પકડી પાડી, વિસાવદર પોલીસ સ્ટેશન અને ભેસાણ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી વિજય ઉર્ફે ભીખો વલ્લભભાઈ ઉર્ફે કાનજીભાઈ કળથીયા જાતે સગરની જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેંદરડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એ.બી.દેસાઈ તથા સ્ટાફ દ્વારા પૂછપરછ કરવામાં આવતા, આરોપીએ પોતે ગુન્હાની કબૂલાત કરેલ હતી. ગુન્હો બન્યા બાદ પોતે આ ગુન્હામાં પકડાય નહીં તેમાટે જુદા જુદા વિસ્તારમાં ઓળખ છુપાવીને રહેતો હોવાની પણ મેંદરડા પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ભૂતકાળમાં પણ પ્રોહીબિશન અને મારામારીના બે ગુન્હામાં મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ હોઈ, મેંદરડા પોલીસદ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)