કુંકાવાવમા રામરોટી ઘર ખાતે અનોખો જન્મદિવસ ઉજવાયો

કુંકાવાવમાં મારૂતિ બેકરી વાળા શ્રી રાજુભાઈ રવજીભાઈ દેસાઈ ના સુપુત્ર ચિ,મિત ના 16 મા જન્મદિન નિમિતે પર્યાવરણ બચાવવા અને પાશ્વ્યાત સંસ્કૃતિને વિસરાવી જીવકલ્યાણના હેતુ સાથે પરીવારજનો દ્વારા 500 ચકલી ઘરનુ કુંકાવાવ રામરોટીઘર ખાતે પરમ ગૌ સેવક ગોબરબાપા ભગતના હસ્તે માળાનુ વિતરણ કરાયુ.
આ તકે સરપંચશ્રી સુભાષભાઈ, વાઘજીભાઈ, પશુ નિરીક્ષક ડો. ચૌધરીસાહેબ, ક્રિષ્ના મેડીકલ વાળા ભરતભાઈ,કેળવણીકાર ઉદયસાહેબ દેસાઇ તેમજ રામરોટી સેવા મંડળ, ગૌ શાળા ધુન મંડળ સાથે ગ્રામજનોએ ઉપસ્થિત રહી જન્મદિનમા જીવકલ્યાણના આવા શ્રેષ્ઠ ઉત્કૃષ્ઠ કાર્ય બદલ રાજુભાઈ દેસાઈ તેમજ પરીવારને શુભકામનાઓ પાઠવેલ હતી.
રીપોટ : રસીક વેગડા (મોટીકુકાવાવ)