જૂનાગઢ પોલીસ દ્વારા 31 ડિસેમ્બરના તહેવાર દરમિયાન સઘન ચેકીંગ

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેર વિસ્તારમા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. કે. ઝાલા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી તથા સ્ટાફના અધિકારીઓ તથા પોલીસ જવાનો દ્વારા ગાંધી ચોક, મજેવડી ગેટ, આઝાદ ચોક, કાળવા ચોક, દીવાન ચોક, સુખનાથ ચોક, મધુરમ, વિગેરે સ્થળો ઉપર જુદી જુદી પોલીસ સ્ટેશનો વાઇઝ ટીમો બનાવી, વાહન ચેકીંગ હાથ ધરી, કેફી પીણું પીધેલા કુલ 12 ((1) નરેશ ભુપતભાઇ પરમાર દલિત ઉવ. 30 રહે. કડીયા વાડ, જૂનાગઢ, (2) લખમણ ભીખાભાઇ ઘોસિયા કોળી ઉવ. 51 રહે. જોશીપરા, જૂનાગઢ, (3) મનોજ કિશોરભાઈ રાઠોડ વાલ્મિકી ઉવ. 35 રહે. ગોધાવાવની પાટી, જૂનાગઢ, (4) દિલીપ નૌતાનદાસ હિરાણી સિંધી ઉવ. 50 રહે. સિંધી સોસાયટી, ગાંધીગ્રામ, જૂનાગઢ, (5) મોહસીન જમાલભાઈ પંજા સિપાઈ ઉવ. 28 રહે. જોશીપરા, જૂનાગઢ, (6) પરિન શૈલેશભાઈ કામાની વાણિયા ઉવ. 32 રહે. ગિરિરાજ સોસાયટી, જૂનાગઢ, (7) જયેશ ઉર્ફે બાડો કનુભાઈ ચૌહાણ વાલ્મિકી ઉવ. 27 રહે. મજેવડી દરવાજા, જૂનાગઢ, (8) સદામ કાસમભાઈ સરવદી ફકીર ઉવ. 23 રહે. દોલતપરા, જૂનાગઢ, (9) શકીલ હસનભાઈ આરબ ઉવ. 33 રહે. ખ્વાજા નગર, જૂનાગઢ, (10) અજય વિજયભાઈ રાઠોડ બાવાજી ઉવ. 20 રહે. મહાસાગર ઓફિસની બાજુના, જૂનાગઢ, (11) મધુભાઈ રવજીભાઈ બારીયા ચુનારા ઉવ. 50 રહે. ખામધરોલ રોડ, જૂનાગઢ તથા (12) પંકજ અમારશીભાઈ માહિડા દલિત ઉવ. 30 રહે. ખાલીલપુર, જૂનાગઢ)ને છાંટકા બનતા આરોપીઓને પકડી પાડી, ધરપકડ કરવામા આવેલ છે.
કેફી પીણું પી ને વાહન ચલાવતા ઈસમો પર કેફી પીણું પી ને વાહન ચલાવતા કુલ 03 ( (1) પુનિત જયંતીભાઈ દેસાણી બાવાજી ઉવ. 31 રહે. જોશીપુરા, જૂનાગઢ, (2) રફીક ભીખુભાઇ નારેજા ગામેતી ઉવ. 22 રહે. સાબલપુર તા. જી. જૂનાગઢ તથા (3) કપિલ અજિતભાઈ ઠુમર પટેલ ઉવ. 30 રહે. આલા કોલોની, કેશોદ) આરોપીઓને પકડી પાડી, મોટર સાયકલ 02 તથા એક ફોર વહીલ કાર મલી, કુલ 03 વાહનો કબજે કરવામાં આવેલ છે. તમામ ટીમોને બ્રેથ એનેલાઈઝર આપીને સજ્જ કરી અને બ્રેથ એનેલાઈઝર દ્વારા ચેકીંગ કરવામાં આવતા, કેફી પીણું પી ને નીકળેલા ઇસમોને પકડી પાડી, ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રોહીબિશનની પ્રવૃત્તિ કરતા બુટલેગરોને ચેક કરી, 02 પ્રોહીબિશનના દેશી તથા વિદેશી દારૂના કેસો પણ કરવામા આવેલ છે. 12, કેફી પીણું પી ને વાહન ચલાવતા 03, દેશી દારૂના 02 કેસો કરી કુલ 17 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)