પાલનપુર ખાતે કલેકટરના અધ્યક્ષસ્થાને પીસી પી.એન.ડી.ટી. એડવાઇઝરી કમિટીની બેઠક

પાલનપુર,
પાલનપુર કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પી સી પી.એન. ડી.ટી. એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં સોનોગ્રાફી મશીનના નવીન રજીસ્ટ્રેશન માટે આવેલ અરજીઓ અને રીન્યુઅલ રજીસ્ટ્રેશન તથા કેન્સલ રજીસ્ટ્રેશન અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ આરોગ્ય વિભાગના અધિકારીઓને માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટાડવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ કામગીરી અંતર્ગત સ્ટીંગ ડીકોય માટે મોબાઇલ ખરીદવાની મંજુરી આપવામાં આવી હતી.
બેઠકમાં પી સી પી.એન.ડી.ટી. એડવાઇઝરી કમિટીના ચેરમેનશ્રી દોલતપુરી ગૌસ્વામી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. મનીષ ફેન્સી, શ્રી ર્ડા. ગિરધરભાઇ પટેલ, ર્ડા. એન.કે.ગર્ગ, પીડીયાટ્રીશનશ્રી ર્ડા. હિના દેસાઇ, પેથોલોજીસ્ટશ્રી ર્ડા. હેમાબેન પટેલ, સરકારી વકીલશ્રી વિપુલ કંસારા, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.