માંગરોળમાં હિંદુ સમાજના સ્મશાનના અધુરાકામને તાત્કાલિક પૂર્ણ કરવા શહેર ભાજપ પ્રમુખ દ્વારા રજૂઆત

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના શહેર ભાજપ પ્રમુખ શ્રી લિનેશભાઈ સોમૈયા દ્રારા ચિફ ઓફિસર દેવીબેન કોડીયાતર ને માંગરોળ ના હિંદુ સમાજનાં સ્મશાન નું અધૂરું કામ ખુબજ લાંબા સમયથી અધૂરું હોય તેમજ આ સ્મશાન ની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ આ કામ કોઈ કારણો સર આ કામ શરૂ કરવામાં આવી રહ્યું ન હતું તે બાબતે માંગરોળ શહેર ભાજપ પ્રમુખ શ્રી લિનેશભાઈ સોમૈયા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ ની આ રજુઆત સાંભળ્યા બાદ તાત્કાલિક નવ નિયુક્ત ચિફ ઓફિસર દેવીબેન કોડીયાતર દ્વારા સ્મશાનની તાત્કાલિકજ રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને આ સ્મશાન નું જે અધુરું કામ હતું જેમાં પ્રાર્થના હોલ,ટોયલેટ,લાકડા માટે રૂમ,સિક્યુરીટી રૂમ,સ્મશાન ફરતે દિવાલ,પીવાના પાણી માટે ઓરડી તેમજ સ્મશાન ની આજુબાજુ ના વિસ્તારમાં પેવર બ્લોક,તેમજ અગાઉ નો જે રૂમ બનાવેલ છે તેમાં સ્મશાન બાજુ જે દિવાલ આવેલી છે તે દિવાલમાં ગાબડું પાડી ત્યાં દરવજો મુકાવો, સ્મશાનમાં બેઠક વ્યવસ્થા કરવી,તેમજ સ્મશાન ને લગતી તમામ પ્રકારની જરૂરિયાતો પૂરી કરવા ખાત્રી આપી ને આ સ્મશાન નું અધૂરું કામ તાત્કાલિક જ શરૂ કરાવી આપવામાં આવ્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)