જુનાગઢ – સોમનાથ હાઇવેના અધુરા કામે પણ વેરાવળ / ડારી ટોલ બૂથ પર લુખ્ખી દાદાગીરી

ગીર સોમનાથ
વેરાવળ નજીક ડારી ટોલ બૂથ પર પર બૂથ કર્મીઓ અને મુસાફરો વચ્ચે ઘર્ષણ થયું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર રજસ્થાની બસના મુસાફરો અને ટોલ બૂથ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન મુસાફરોએ ટોલ બૂથ પર તોફાન મચાવી તોડફોડ કરી હતી. માત્ર એટલું જ નહીં, ટોલ કર્મીઓને માર પણ માર્યો હતો. જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં મહિલા મુસાફરો ખુરશી ઉલાળતી અને પથ્થર ફેંકતી જોવા મળે છે. જો કે સમગ્ર ઘટના બાબતે હાઇવે ના અધુરા કામે પુરો ટોલ લેવામા આવતો હોવાની રક જક મા સમગ્ર ઘટના બની હોવાનુ બતાવવામા આવી રહ્યુ છે, સોમનાથ થી જુનાગઢ હાઇવે બન્યો ત્યારથી બન્યો નથી ઍ મુજબ જ છે હાલ પણ અધુરા અનેક કામો પડ્યા છે જેથી અવાર નવાર ટોલ નાકે લોકો રકજક કરવાનો મામલો સામે આવૅ છે પરંતુ સરકારના ભ્રષ્ટ અધિકારીઓ પણ હાઇવે ના કામો બાબતે તપાસ કરવા આંખ આડા કાન કરી બેઠા છે લોકો જે સુવિધા ના નામે લુટવામા આવી રહ્યા છે પેલા ખીસા માથી લુટાતા હતા હવે 15 જાન્યુઆરી પછિ ડિજિટલ fast tag સિસ્ટમ થી લુટવામા આવશે અને આજ કારણે અનેક જાગૃત નાગરિકો દ્વારા જુનાગઢ સોમનાથ ના ટોલ નાકે અવાર નવાર ટોલ બાબતે અધિકારીઓ સાથે રકજક કરવામા આવૅ છે અને હાઇવે ના અધુરા કામૉ પુરા કરવા કહેવામા આવૅ છે આમ ટોલ બુથ પર અવાર નવાર નાના મોટા ઝઘદાઓ થતા રહેશે ત્યારે આવી જ રકજક મોટા ઝગડા નુ રુપ ડારી ટોલ બુથ પર જોવા મલ્યુ હતુ જેમા મુસાફરો ટોલ કર્મચારિ ઍ પાઇપ થી મારતા ગંભીર ઇજા થતા 108 નિ મદદ લેવી પડિ હતી.
રિપોર્ટ : તુલસી બોધુ, (લોકાર્પણ દૈનિક)