માંગરોળ માધુપુર રોડ પર આત્રોલી પાસે બે રીક્ષાઓ વચ્ચે અકસ્માત થતા 7 લોકો ઈજાગ્રસ્ત

માંગરોળ માધુપુર રોડ પર આત્રોલી પાસે બે રીક્ષાઓ વચ્ચે અકસ્માત થતા 7 લોકો ઈજાગ્રસ્ત
Spread the love

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના માધવપુર માંગરોળ રોડ પર આત્રોલી પાસે એક પ્યાગો રીક્ષા અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા પ્યાગો માં સવાર 7 લોકોને ઇજાઓ પહોચી છે..

પ્રાપ્ત માહિતી મુજબ એક પ્યાગો રિક્ષા માધવપુર થી માંગરોળ તરફ આવી રહી હતી તે દરમિયાન સામે થી આવિ રહેલ છકડો રિક્ષા પ્યાગો રીક્ષા ને અથડાતા પ્યાગો રીક્ષા માં સવાર ભીખુભાઈ દાઉદભાઈ, બુધ્ધુ અલી, ફેઝાન ચાવડા, પરવેઝ કાસમખા, સુરુભા માયાભાઈ, પાંચાભાઈ મેરામણ સહિત 7 લોકોને નાની મોટી ઇજાઓ પાહોંચી હતી.

લોકો દ્વારા આ ઘટનાની જાણ 108 ને કરવામાં આવતા જાણ થતાંજ માધવપુર તેમજ માંગરોળ થી 108 ના પાઈલોટ હુસેનભાઈ મથ્થા તેમજ બીજલભાઈ ગઢવી  તેમજ માધવપુર 108 ના પાઇલોટ જેન્તીભાઈ માવદીયા ઇએમટી સુરેશભાઇ કોરિયા દ્વારા  ઇજાગ્રસ્તો ને તાત્કાલિક માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા (જૂનાગઢ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!