રાજપીપળાના વતની અને ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રાજ મોદી રાજપીપળાની મુલાકાતે પધાર્યા

- ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ધંધા કયા ક્ષેત્રમાં સંબંધ વધે તે હેતુથી રાજ મોદી 21દિવસની ભારતની મુલાકાતે.
- મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉર્જા ઉદ્યોગ મંત્રી સૌરભભાઇ પટેલ, અને સનદી અધિકારીઓ સાથે રાજ મોદીની મુલાકાત.
- ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ના ધંધાકીય સંબંધો ઘણા વર્ષે અને મજબૂત બનશે. – રાજ મોદી.
- હાલ ઝિમ્બાબ્વે એમ્બેસેડર ડો.ગોડફ્રે મજોની ચિપરે પણ મંત્રી રાજ મોદી સાથે રાજપીપળામાં ખાતે પધારતા રાજપીપળાનો તેમનું ભવ્ય સ્વાગત કરાયું.
રાજપીપળાના વતની અને ઝિમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી રાજ મોદી તેમના મંત્રી રસાલા સાથે ભારત ગુજરાત રાજપીપળા ની મુલાકાતે પધાર્યા છે.ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે ધંધાકીય ક્ષેત્રમાં સંબંધ મજબૂત બને તે હેતુથી 21 દિવસની ભારતની મુલાકાતે છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉર્જા ઉદ્યોગમંત્રી સૌરભભાઇ પટેલ ને ખાસ મળ્યા હતા અને તેમની સાથે ગુજરાતમાં ધંધાકીય વિકાસ કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
ભારત અને ઝીમ્બાબ્વે વચ્ચે સોલાર પાવર જનરેશન, ડાઈમાન્ડ, માઇનિંગ, પાવર જનરેશન, એગ્રિકલચર અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના અન્ય ધધાકીય ક્ષેત્રમાં સંબંધ વધે તે હેતુથી ઝીમ્બાબ્વેના ઉદ્યોગ અને વાણિજય મંત્રી રાજ મોદી જેઓ રાજપીપળાના વતની છે. તેઓ હાલ 21 દિવસથી અકિલા ભારતના પ્રવાસે છે. તેમને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,ઊર્જા-ઉદ્યોગ મંત્રી સૌરભભાઈ પટેલ,સનદી અધિકારી અંજુ શર્મા સહિતના પદાધિકારીઓ ઉપરાંત ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ અમદાવાદ,સુરત, સુરેન્દ્રનગરના પ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓની સાથે સફળ મુલાકાત કરી હતી, તેમજ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ કાઉન્સિલરની કાઉન્સીલ મિટિંગમાં મુલાકાત લીધી હતી. રાજ મોદીએ જણાવ્યું હતું કે વિશ્વાસ છે કે ભારતની મારી આ મુલાકાત ચોક્કસ સફળ થશે. ભારત ઝીમ્બાબ્વે વચ્ચેના ધંધાકીય સંબંધો ઘણાં વધશે અને મજબૂત બનશે. તેમની સાથે જીમ્બાબ્વેના એમ્બેસેડર ડો.ગોડફ્રે મજોની ચિપરે પણ તેમની સાથે જોડાયા હતા. તેમનો રાતનો માદરેવતન રાજપીપળા આવતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા