રાજપીપળામાં ઉત્તરાયણના દિવસે લોકોના ગળા કપાયા, કેટલાક અકસ્માતમાં ઘાયલ

- રાજપીપળા માં ઉત્તરાયણના દિવસે બપોર બાદ સિવિલ હોસ્પિટલમાં બે સગી બહેનો સહિત ૩ ગળા કપાયેલા કેસ આવ્યા
- નાંદોદ તાલુકાના કઠાણા ગામના યુવાનનું પતંગ નો દોરો ગળા માં ફેરવાય તે પણ ગળુ કપાતા રાજપીપળા સિવિલમાં ખસે ડાયા
એક તરફ રાજપીપળામાં પતંગ પૂર્વ લોકો આનંદ ઉલ્લાસ ભેર ઉજવી રહ્યા હતા તો બીજી તરફ રાજપીપલા શહેરમાં ઉત્તરાયણના દિવસે પતંગ ના ઘાતાક દોરાથે લોકો ના ગળા કપાવા ના કિસ્સાઓ પણ બન્યા રાજપીપળા પતંગ પૂર્વ લોહિયાળ પુરવાર થયું હતું. જેમાં ઘણા લોકોના પતંગના દોરા ફેરવાતા ગળા કપાય હતા. જેમાં અમુક ને ગંભીર ઇજા થઇ હતી, સાથે માર્ગો પર કેટલાક અકસ્માત પણ થયા હતા. રાજપીપળા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પતંગના દોરા ફેરવાતા ઘણા લોકોના કપાયા હતા જેમાં ચિત્રકોટ અકિલા સોસાયટીમાં રહેતી બે સગી બહેનો પૈકી અલકા અરવિંદ ભાઈ તડવી (ઉ.વ.20) નાની બહેન ધ્રુવીકા અરવિંદભાઈ તડવી પોતાના ઘરેથી પતંગ લેવા બજાર જતા હતા ત્યારે કાળિયાભૂત મંદિર પાસે અચાનક પતંગના દોરા બંને બહેનોના ફેરવાતા જતા લોહીલુહાણ થઇ જતા બંનેને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખાતે સારવાર માટે લેવાય હતી. જ્યારે અન્ય એક ઘટના નાંદોદ તાલુકાના કઠાણા ગામ પાસે બની હતી જેમાં લાછરસ ગામ ના રાજપુત ભગુભાઈ હુકમસિંહ(ઉ.વ.27) કોઈ કામ અર્થે રાજપીપળા બાઈક પર આવતા હતા ત્યારે કરાડા ગામ નજીક પતંગ નો દોરો ગળામાં ભેરવા તા તેમનો પણ ગડુ કપાયું હતું, તેથી તેમને પણ તરત જ રાજપીપળા સિવિલ હોસ્પિટલ લવાયા હતા. એ ઉપરાંત બીજા દિવસે પણ લોકો ના ગળા કપાતા સહકાર તેમજ ખાનગી દવાખાનામાં સારવાર માટે લાવ્યા હતા. સાથે કેટલીક જગ્યાઓ પર નાના મોટા અકસ્માત ના બનાવો પણ બન્યા હતા.
તસવીર : જ્યોતિ જગતાપ, રાજપીપળા