શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબી તરીકે સામેલ કર્યું

શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબી તરીકે સામેલ કર્યું
Spread the love
  • વિશ્વની આઠ અજાયબીઓમા  તાજમહેલ અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી એમ બબ્બે અજાયબીઓ હવે એક માત્ર  ભારતમા જ  છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ વિશ્વની સૌથી ઊંચી 182 મીટર ની સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબી તરીકે સ્થાન મલશે એવી કલ્પના પણ નહોતી પણ જ્યારે કેન્દ્રિય વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને આપી જાણકારીઆપતા જણાવ્યુ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આઠમી અજાયબી બનીછે ત્યારે વડા પ્રધાન નરેન્દ્રમોદી સીનો સાચેજ છપ્પન ઇંચની પુરવાર થઇ હશે એમા કોઈ શંકા નથી .આજે દેશના દરેક નાગરિકની છાતી 56 ઇંચની બની ગઇ છે .દેશવાસીઓ માટે આ એક અત્યંત ગૌરવપ્રદ ઘટના બની છે

શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને સ્ટેચ્યુ ઓફ યુનિટીને વિશ્વની આઠમી અજાયબી તરીકે સામેલ કર્યું છે. જેને લઇ ટુરિસ્ટ ઇન્ડસ્ટ્રીઝને ફાયદો થશે. વિદેશ પ્રધાન એસ.જયશંકર ટ્વીટ કરી આ અંગે માહિતી બાદ આ ગૌરવપ્રદ.ઘટના દેશ વાસીઓમાટે અત્યંત ગૌરવ ની વાત એ બની છે વિશ્વની આઠ અજાયબીઓમા  તાજમહેલ અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી એમ બબ્બે અજાયબીઓ હવે એક માત્ર  ભારતમાજ  છે . ત્યારે હવે શાંઘાઇ કોર્પોરેશન સભ્ય દેશોમાં પ્રચાર કરી ને વધુ પ્રવાસીઓને આકર્ષશે.વધુ એક આપણા માટે ગૌરવની વાત એ છે કે 100 જાણીતા સ્થળની યાદીમાં પણસ્ટેચ્યુ ઓફ યુનિટીનો સમાવેશ કરાયો છે ગણતરીના ૧૫ મહિના પૂરા થયાં છે ત્યાં તો, અનેક વિક્રમો સ્ટેચ્યુએ સર્જાયા છે.

૩૧ ઓક્ટોબર ૨૦૧૮માં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું હતું ત્યારબાદ, દેશ-દુનિયાનાં લાખો પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે. .૧ નવેમ્બર ૨૦૧૮ના રોજ જાહેર જનતા માટે ખૂલ્લું મૂકાયા પછી આ સ્મારકની મુલાકાત ૧,૨૮,૦૦૦ લોકોએ ૧૧ દિવસમાં લીધી હતી.આજે અત્યાર સુધીમાં જાન્યુ. 20 સુધીમા કૂલ 31,09,853 પ્રવાસીઓએ મૂલાકાત લઇ ચૂક્યા છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીએ બહોળી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં પણ દેશ-વિદેશના ઘણાં જૂના સ્મારકોને પાછળ પાડી દીધા છે.

વિશ્વની અજાયબીમાં ગણાતા પ્રેમના પ્રતીક એવા તાજમહાલને પણ વાર્ષિક આવકમાં પાછળ છોડી દીધો છે.એક સર્વે પ્રમાણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વાર્ષિક આવક સૌથી વધુ જોવા મળી છે,આ સર્વે મુજબ દેશના ટોપ 5 સ્મારક કરતા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવક વધુ નોંધાઈ છે.તાજ મહેલની આવક 56 કરોડ જ્યારે સ્ટેચ્યુની આવક 63 કરોડ થઈ છે.તો એક વર્ષમાં સ્ટેચ્યુ ખાતે 32લાખ મુલાકાતીઓ આવ્યા છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવનારા પ્રવસીઓની સંખ્યા અમેરિકાના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને નિહાળવા આવતાં પ્રવાસીઓ કરતાં દોઢ ગણી થઇ ગઇ છે.ગુજરાત સરકારે રજૂ કરેલાં આંકડા મુજબ સરદાર પટેલની પ્રતિમા જોવા રોજના 15,036 લોકો આવે છે.જ્યારે અમેરિકાની સ્વતંત્રતાની દેવીની પ્રતિમા જોવા રોજના 10 હજાર લોકો આવતા હોવાનો અંદાજ છે.નવેમ્બરના પ્રારંભમાં જ ગત વર્ષ કરતાં 74 ટકા મુલાકાતીઓ વધ્યા છે.શનિ-રવિની રજામાં મુલાકાતીઓનો ધસારો 25 હજારે પહોંચે છે. વિઝિટર્સ ફી દ્વારા સરકારને અત્યાર સુધી રૂપિયા 85 કરોડની આવક થઇ છે.

ટાઈમ મેગેઝિન દ્વારા દર વર્ષ 100 જાણીતા સ્થળની યાદી જાહેર કરવામાં આવે છે. આ વર્ષે જાહેર કરવામાં આવેલી યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યું છે.જે 182 મીટરની બનાવવામાં આવેલી પ્રતિમા વિશ્વની સૌથી મોટી પ્રતિમા છે.ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન મળતા હવે વધારે પ્રસિદ્ધિ મળશે. ટાઇમ મેગેઝિન દ્વારા 2019ના વિશ્વના મહાન સ્થળોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી અને મુંબઇના સોહો હાઉસને સ્થાન મળ્યું છે

હવે આપણે  સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસિયત વિશે જાણીએ: 

સરદાર પટેલની પ્રતિમાં વિશ્વમાં સૌથી ઊંચી 182 મીટરની છે. ન્યૂયોર્કના સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીની ઉંચાઈ પણ માત્ર 93 મીટર જ છે. એટલે કે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી કરતા પણ  સ્ટેચ્યુ ઓફ યુનિટી બે ગણી મોટી છે. મહત્વનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઊંચી વિશ્વમાં એકપણ પ્રતિમા નથી. ચીનના પ્રખ્યાત વેરોકાના બુદ્ધની મૂર્તિ પણ 128 મીટરની જ છે. જ્યારે હૈદરાબાદ સ્થિત સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીની ઉંચાઈ 65.8 મીટર છે.

. . . . . . . . . . . . . . . . . . . . . .

વિશ્વની જાણીતી મૂર્તિઓની ઊંચાઇ સરખામણી કરીએ તો 

1. સ્ટેચ્યુ ઓફ યુનિટી ૨૪૦ મી (પાયાના ૫૮ મી સાથે)

2. સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધ ૧૫૩ મી (૨૫ મી પાયો અને ૨૦ મી મુગટ સાથે)

3. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ૯૩ મી (૪૭ મી પાયા સાથે)

4. ધ મધરલેન્ડ કોલ્સ ૮૭ મી (૨ મી પાયા સાથે)

5. ક્રાઇસ્ટ ધ રિડીમર ૩૮ મી (૮ મી પાયા સાથે)

6. માઇકલએન્જેલોનો ડેવિડ ૫.૧૭ મી (૨.૫ પાયા સિવાય)

. . . . . . . . . . . . . . . . . . . . . .

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે સ્થાન પર બનાવાઈ છે. તે અંગે જો વાત કરવામાં આવે તો માં નર્મદા કિનારે 20 હજાર સ્ક્વેર મીટર જગ્યામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે પ્રતિમાની આજુબાજુ 12 સ્ક્વેર કિલોમીટર જગ્યામાં તળાવ બનાવવામાં આવ્યું છે.

પ્રતિમાના નિર્માણ માટે ભારતના 7 લાખ ગામડાઓની પવિત્ર માટી મગાવવમાં આવી હતી. તો ખેડૂતોએ વાપરેલા લોખંડના ખેત ઓજાર પ્રતિકરૂપે એકત્ર કરવામાં આવ્યા હતા. પ્રતિમાના નિર્માણ માટે લોખંડ ભેગુ કરવા માટે લોહાસંગ્રહ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું અને આજ ખેડૂતોના ઓજારમાંથી આજે આ વિશ્વની સૌથી ઊંચી લોખંડી પુરુષની પ્રતિમા બનાવવામાં આવી છે.

સ્મારકના પ્રચાર માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખેડૂતોને તેમના વણવપરાયેલ જૂના ખેતીના ઓજારો લોખંડ ભેગું કરવા માટે વિનંતી કરાઇ હતી.૨૦૧૬ સુધીમાં ૧૩૫ મેટ્રિક ટનનો લોખંડ ભંગાર એકઠો કરાયો હતો, જેમાંથી ૧૦૯ મેટ્રિક ટન સ્મારકના પાયામાં વપરાયો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતાચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર નર્મદા નદી પર આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે.૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે. સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

આ સ્મારકની જાહેરાત ૨૦૧૦માં કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા આ સ્મારકનો પ્રારંભિક કુલ ખર્ચ૩,૦૦૧ કરોડ (યુ.એસ. $ ૪૧૭.૫૮ મિલિયન) અંદાજવામાં આવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૪માં લાર્સન અને ટુબ્રોએ બાંધકામ, રચના અને જાળવણી માટે સૌથી નીચી રકમનું બિડ કર્યું હતું અને કરાર જીત્યો હતો, જે૨,૯૮૯ કરોડ (યુ.એસ. $ ૪૧૫.૯૧ મિલિયન) હતો. સ્મારકની મૂર્તિની ડિઝાઇન રામ વી. સુથાર દ્વારા કરવામાં આવી હતી. ૩૧ ઓક્ટોબર ૨૦૧૩ના રોજબાંધકામ શરૂ થયું હતું અને મધ્ય ઓક્ટોબર ૨૦૧૮માં બાંધકામ પૂર્ણ થયું હતું. ૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ પર ભારતના ૧૪મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું

નરેન્દ્ર મોદીએ ૭ ઓક્ટોબર ૨૦૧૦ના રોજ પ્રેસ કોન્ફરન્સમાં તેમના ગુજરાતના મુખ્યમંત્રી પદના ૧૦મા વર્ષની શરૂઆત પર સ્મારકની જાહેરાત કરી હતી. તે સમયે આ યોજના ગુજરાતનું દેશને યોગદાન તરીકે રજૂ કરાયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) ખાસ આ સ્મારક હેતુથી ગુજરાત સરકાર દ્વારા બાંધકામ અને પ્રચાર માટે ડિસેમ્બર ૨૦૧૩માં બનાવવામાં આવ્યું હતું.

આ પ્રતિમા ભૂકંપના ઝોન-૩ વિસ્તારમાં બનાવેલી હોવાથી પ્રતિમા ના કદને ધ્યાનમાં રાખીને ભૂકંપ ઝોન-૪ પ્રમાણે ડીઝાઈન-લોડ ગણીને બનાવવામાં આવી છે. પાયાના ચણતર માટે નજીક આવેલા સરદાર સરોવર બંધને નુકસાન ન થાય એવી નિયત્રિત ઢબે સુરંગના ધડાકાઓ વડે આશરે ૪૫ મીટર જેટલું ખનન કાર્ય કરીને પછી સાઈઠ ફૂટ પહોળી આરસીસી રિટેઇનિંગ ઈનિંગ વોલ બાંધીને પછી એ આખા ઉંડાણને આશરે ૧૨ ફીટ જેટલા ઊંચા કોંક્રીટથી ભરી દઈને રાફ્ટ પ્રકારની બુનિયાદ બનાવીને પછી એના પર આખી પ્રતિમાં નું સર્જન કરવામાં આવ્યું છે. નર્મદા નદીના પુરમાં તણાઈ ના જાય એના માટે જરૂરી સલામતિ કાર્ય પણ કરાયું છે.

સ્પેશિયલ રિપોર્ટ : દીપક જગતાપ

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!